Kadi By-Election: કડીની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે સિંગર કાજલ મહેરિયા અને હિતુ કનોડિયા ચર્ચામાં, પિતા-પુત્રની દાવેદારી

મહત્ત્વનું છે કે, કડી અને વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આગામી 19 જૂને વોટિંગ અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 29 May 2025 12:44 PM (IST)Updated: Thu, 29 May 2025 01:04 PM (IST)
kadi-by-election-singer-kajal-maheriya-hitu-kanodia-in-bjp-ticket-talks

Kadi By-Election 2025: ચૂંટણી પંચ દ્વારા ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં ખાલી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ કડી અને વિસાવદરમાં આગામી મહિને પેટાચૂંટણી યોજાશે. ત્યારે કડી વિધાનસભા બેઠક પર ભાજપના નેતા સેન્સ લેવા માટે આવ્યા હતા. જેમાં 68 લોકોએ દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે સેન્સ પ્રક્રિયા કરનારાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપની સામે અન્ય કોઈ મોટો પક્ષ નથી. એટલે સ્વભાવિક છે કે, દરેક ઉમેદવારી નોંધાવે.

એટલું જ નહીં દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા અને તેમના પુત્ર તથા ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા હરીફ બન્યા હોવાનું સામે આવ્યું છે. સિંગર કાજલ મહેરિયા અને એક્ટર હિત કનોડિયાનું નામ પણ સૌથી વધુ ચર્ચામાં છે. મહત્ત્વનું છે કે, કડી અને વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આગામી 19 જૂને વોટિંગ અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, કડી બેઠક પરથી દિવંગત ધારાસભ્ય કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકીએ પણ ટિકિટ માગી છે. આ ઉપરાંત ફૂતપુર્વ સાંસદ રતિલાલ વર્માના પુત્ર દેવેનુ વર્મ, મહિલા નેતા અનિતા પરમાર, અમદાવાદ શહેર મોરચાના ભદ્રેશ મકવાણા, પ્રદેશ કારોબારી સભ્ય બાંટાઈથા અને ભાજપ પ્રવક્તા તથા સિનિયર નેતા અશ્વિન બેંકરે દાવો કર્યો હતો. આ સિવાય સૌના આશ્ચર્ય વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંપ તથા વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા વકીલ પ્રકાશ પારવા છેક પાલનપુરથી કડી બેઠક માટે ટિકીટ માગવા આવ્યા હતા.