Himatnagar: શાકભાજીના ભાવમાં કિલો દીઠ 5થી 20 રૂપિયાનો વધારો થતાં ભોજન સમારંભોમાં ડીશ વધુ મોંઘી થઈ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 01 Mar 2024 01:02 PM (IST)Updated: Fri, 01 Mar 2024 01:02 PM (IST)
himatnagar-vegetable-prices-hiked-by-rs-5-to-rs-20-per-kg-making-banquets-more-expensive

Himatnagar News: હજુ ઉનાળાએ વિધિવત રીતે દસ્તક દીધા નથી ત્યાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં શાકભાજીના ભાવ વધતાં રસોડાનાં બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ છે. લગ્નસરાની સિઝન પણ પૂરબહાર ખીલી છે ત્યારે શાકભાજીના ભાવમાં 1 કિલોગ્રામ દીઠ 5થી 20 રૂપિયા સુધીનો તોતિંગ વધારો થતાં ભોજન ડીશ વધુ મોંથી થઈ છે. આગામી દિવસોમાં શાકભાજીની આવક ઘટવાની સંભાવના છે તેને લઈને શાકભાજીના ભાવમાં ગૃહીણીઓને રાહત થાય તેવા હાલ કોઈ સંકેત નથી.

શાકભાજીના ભાવમાં વધારો થતાં અનેક પરિવારનાં રસોડાનાં બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ છે. શાકભાજીના વેપારીઓના મતે રાજ્યમાં ધારણા કરતાં શાકભાજીનું વાવેતર ઓછું થાય છે અને માંગ ૪ થી પ ગણી હોય છે. આ સંજોગોમાં પરપ્રાંતમાંથી શાકભાજીની વધુ આવક ઠલવાય ત્યારે પુરવઠાર્ને પહોંચી વળાય છે અને છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી છે.

ક્યા શાકભાજીનો કેટલો ભાવ

  • બટાકાઃ 16થી 20 રૂપિયા
  • ડુંગળીઃ 28થી 30 રૂપિયા
  • કોબિજઃ 30થી 40 રૂપિયા
  • ફુલાવરઃ 30થી 40 રૂપિયા
  • દૂઘીઃ 30થી 40 રૂપિયા
  • વાલોરઃ 30થી 40 રૂપિયા
  • વટાણાઃ 60થી 80 રૂપિયા
  • ગીલોડાંઃ 100થી 120 રૂપિયા
  • રીંગણઃ 20થી 30 રૂપિયા
  • ટામેટાંઃ 24થી 30 રૂપિયા
  • મરચાંઃ 70થી 80 રૂપિયા

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.