Gujarat Lok Sabha Election Results 2024: મહેસાણામાં કોલેજના પ્રિન્સિપલ તરીકે નિવૃત થઈને પ્રથમવાર લોકસભાની ચૂંટણી લાડનાર ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ વિજય બન્યા છે. હરિભાઈ પટેલ 6, 86, 401 મતથી વિજય બન્યા હતા. તેમણે કોંગ્રેસના રામજી ઠાકોરને હરાવ્યા હતા. હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકના સુણોક ગામના વતની છે. 84 કડવા પાટીદાર સમાજના અગ્રણી છે.
વર્ષ 2010માં હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. મહેસાણા જિલ્લા પંચાયતમાં કારીબારી અધક્ષ બનાવવામાં આવ્યા હતા. હરિભાઈ બેવાર મહેસાણા જિલ્લા પંચાયતમાં કારોવરી અધક્ષ રહ્યા હતા. વર્ષ 2005માં તેઓ પ્રથમવાર કામલી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ 6000 મતોથી વિજેતા બન્યા હતા. આ ઉપરાંત સંગઠનમાં તેમને મહેસાણા તાલુકો અને બેચરાજી તાલુકના પ્રભારી તરીકે કામગીરી કરી હતી. મહેસાણા જિલ્લા પંચાયતના ઉઓ પ્રમુખ તરીકે કામગીરી કરી છે.
મહેસાણા જિલ્લાની લોકસભા સીટ પરથી વિજેતા બનનાર હરિભાઈ પટેલ શિક્ષણ સાથે જોડાયેલા છે. હરિભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણી છે. આ ઉપરાંત ભાજપમાં નિર્વિવાદીત નેતા તરીકેની છબી ધરાવે છે. હરિભાઈ પટેલ ફાઇન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ તરીકે સેવા આપી હતી. હરિભાઈ પટેલ વર્ષ 2019માં નિવૃત થયા હતા. 2019 નિવૃત્તિ બાદ ભાજપમાં સક્રિય કામગીરી કરી.
