Nitin Patel Statement: મહેસાણાના કડીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઔરંગઝેબ અને મુસ્લિમો વિશે વિવાદિત નિવેદન આપતાં જણાવ્યું હતું કે મુસ્લિમોએ જે અત્યાચાર કર્યા તે ભૂલવાના નથી.
મુસલમાનોએ ભૂતકાળમાં મંદિરો તોડીને મસ્જિદો બનાવી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુસ્લિમો પર નિવદેનો આપતાં કહ્યું કે મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ઘુણી શકે છે. મુસલમાનોએ ભૂતકાળમાં મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે. મુસ્લિમોએ જે અત્યાચાર કર્યા તે ભૂલવાના નથી. પાકિસ્તાનમાં સિંધીઓ પર થયેલા અત્યાચારો પણ ન ભુલવા જોઈએ. અખંડ ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો આશરા માટે ભારત આવ્યા હતા. આ સાથે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સિંધીઓ વસવાટ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓને વાગોળી હતી.
યોગી આદિત્યનાથના વખાણ કર્યા
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચેટીચાંદ મહોત્સવમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતાં જણાવ્યું કે યોગી આદિત્યનાથ ધીમે ધીમે બધું ફરી સ્થાપિત કરી રહ્યા છે. આપણે અત્યાચાર સામે અવાજ ઉઠાવવામાં સહકાર આપવાનો છે. માત્ર જોઈ નથી રહેવાનું, જરુર પડે ત્યારે મદદ કરવા હાથ લંબાવવાનો છે. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબને ચાલી રહેલા વિવાદ પર તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ પણ તેનો ઉપાય કરશે.
