મહેસાણામાં 11 બાળકોને ફળ ખાદ્યા બાદ થયું ફૂડ પોઇઝનિંગ, સિવિલમાં દાખલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર

બાળકોને બેચરાજી સિવિલ તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Dec 2024 11:17 AM (IST)Updated: Mon, 16 Dec 2024 11:17 AM (IST)
11-children-got-food-poisoning-after-eating-fruits-in-mehsana-condition-of-all-children-admitted-in-civil-hospital-is-stable
HIGHLIGHTS
  • ફળ ખાદ્યા બાદ થયું ફૂડ પોઇઝનિંગ
  • મહેસાણા સિવિલમાં દાખલ કરાયા

Mehsana News: બેચરાજીના દેલપુરા ગામે ગઈકાલે સરકારી પ્રાથમિક શાળામાં બાળકો રમતા હતા તે સમય દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં ઉગાડવામાં આવેલા રતન જ્યોત નામના વૃક્ષના ફળ અમુક બાળકોએ ખાધા હતા. ત્યારબાદ તમામને પોઇઝનીગની અસર થઇ હતી અને તેમને 108 મારફતે બેચરાજી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બેચરાજી સિવિલ તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

મહેસાણા સિવિલમાં દાખલ કરાયા

મળતી માહિતી પ્રમાણે સમગ્ર કેસમાં તમામ બાળકોને રાત્રે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જિલ્લા આરોગ્ય અધિકારી પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા. અને બાળકોની મુલાકાત લીધી હતી. ત્યારે તેમની સાથે THO મહેસાણા ડો. સુહાગ શ્રીમાળી  સહિતના ડોક્ટર મહેસાણા ખાતે સહાય માટે પહોંચી ગયા હતા. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, હાલમાં દાખલ થયેલા તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને ડોક્ટર સ્ટાફ તેમની દેખરેખ હેઠળ છે.

ફળ ખાદ્યા બાદ થયું ફૂડ પોઇઝનિંગ

એક બાળકના પિતાએ જણાવ્યું કે, કાલે રવિવાર હતો અને સાંજે બાળકો રમી રહ્યા હતા, જેમાં પહેલા ત્રણ બાળકોએ આ ફળ ખાધું તેમને મીઠું લાગતા બાકીના બાળકોએ પણ ખાધું હતું. આ દરમિયાન તમામ બાળકો સાંજે ઘરે આવ્યા હતા.ત્યારબાદ સાત વાગ્યાની આસપાસના સમયમાં પેટમાં દુખાવો, ઉલટી, બળતરા થવા લાગી હતી જેના કારણે તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ડોક્ટર જણાવ્યું કે તમામ બાળકોને સાંજ સુધી રાખવામાં આવશે હાલ તબિયત સ્થિર છે.

સારવાર હેઠળ બાળકોની યાદી

  • સુરેશ અનુપસંગ ઠાકોર ઉંમર 14 વર્ષ
  • અનિરુદ્ધ ઠાકોર ઉંમર 12 વર્ષ
  • છાયાબેન અનુપસંગ ઠાકોર ઉંમર 8 વર્ષ
  • યશપાલ સોલંકી ઉંમર 14 વર્ષ
  • સરોજ બા અનુપસંગ ઠાકોર ઉંમર 11 વર્ષ
  • ઉપેન્દ્ર નિકુલ ભા સોલંકી ઉંમર 9 વર્ષ
  • વૃષ્ટિ વનરાજ સિંહ સોલંકી ઉંમર 9 વર્ષ
  • અક્ષીતા વનરાજ સિંહ સોલંકી ઉંમર 9 વર્ષ
  • સહદેવ મનુભા સોલંકી ઉંમર 14 વર્ષ
  • ઇન્દ્રજીત સોલંકી ઉંમર 15 વર્ષ
  • વિપુલ જગતસિંહ સોલંકી ઉંમર 17 વર્ષ