મહીસાગર જિલ્લામાં મેઘમહેર: કડાણા અને ખાનપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સંતરામપુર, વીરપુર અને લુણાવાડામાં પણ વરસાદથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 18 Sep 2026 11:35 AM (IST)Updated: Fri, 18 Sep 2026 11:35 AM (IST)
mahisagar-rain-update-kadana-khanpur-heavy-rainfall-gujarat-weather

Mahisagar Rain: ગુજરાતમાં હાલ ચોમાસું અંતિમ તબક્કે છે. ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. ખાસ કરીને મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ખાનપુર અને કડાણામાં મેઘ મહેર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સત્તાવાર આંકડા પ્રમાણે, તારીખ 18 સપ્ટેમ્બર 2026ના રોજ સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં મહીસાગર જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે. મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુર બંને તાલુકાઓમાં 2.01 ઇંચ જેટલો વરસાદ થયો છે. 

મહીસાગર જિલ્લામાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ગાળામાં ખાનપુર, કડાણા,સંતરામપુરમાં વરસાદ નોંધાયો હતો.

  • ખાનપુર: 2.01 ઇંચ
  • કડાણા: 2.01 ઇંચ
  • સંતરામપુર: 1.46 ઇંચ
  • વીરપુર: 1.22 ઇંચ
  • લુણાવાડા: 0.67 ઇંચ
  • બાલાસિનોર: 0.63 ઇંચ
  • કોઠંબા: 0.35 ઇંચ

મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ 

જિલ્લામાં વરસાદ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું. લાંબા સમય પછી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તેમજ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. હાલ મધ્ય ગુજરાતમાં મહીસાગર સિવાય અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર અને ખેડામાં પણ વરસાદ થયો છે.