Mahisagar: બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ, મહિલા સહિત 5ની ધરપકડ; વિદેશમાં વસતો આરોપી વૉન્ટેડ જાહેર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 11 Aug 2024 04:15 PM (IST)Updated: Sun, 11 Aug 2024 04:15 PM (IST)
mahisagar-news-ivory-smuggling-racket-busted-5-held

Mahisagar: હાથી દાંતનો વ્યાપાર ગેરકાયદે હોવા છતાંય તે અમૂલ્ય હોવાથી તેની હેરાફેરી વધી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ગેરકાયદેસર હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ થયો છે. જેમાં વાઈલ્ડ લાઈફ બ્યુરો(મુંબઈ)ની ટીમે સ્થાનિક પોલીસ અને વન વિભાગ સાથે મળી પાંચ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી હાથી દાંત વેચનાર મહિલા સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. વાઈલ્ડ લાઈફ બ્યુરો(મુંબઈ)ની ટીમ વ્યાપારી બનીને છટકું ગોઠવ્યું હતું. 20 લાખમાં હાથીદાંત વેચવાની ડીલ થઈ હતી. જોકે ડીલ કરનાર ઇસમને ગંધ આવી જતાં એન્ડ ટાઈમ પર ડીલ કેન્સલ કરી હતી.

વાઈલ્ડ લાઈફ ક્રાઇમ બ્યુરો મુંબઈ દ્વારા સ્થાનિક વનવિભાગ અને પોલીસને સાથે રાખી રાત્રિ દરમ્યાન રેડ કરી હાથીદાંત કબ્જે કર્યા હતા. આ સાથે જ વનવિભાગ દ્વારા એક મહિલા સહિત 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી જે વિદેશમાં રહે છે, તેને વોન્ટેડ જાહેર કરાયો છે.