Visavadar By-Election 2025: ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ કડી અને વિસાવદરમાં આગામી મહિને પેટાચૂંટણી યોજાશે. આ પછી વિસાવદરમાં ઉમેદવારી નોંધાવા નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીએ દાવો કર્યો હતો. મહત્ત્વનું છે કે, આગામી 19 જૂને વોટિંગ અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાતના કેટલાક મહિના પહેલાં આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કર્યું હતું. આ પછી તેઓ ગામડે-ગામડે ફરીને પ્રચાર પણ કરતા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કિરીટ પટેલે દાવો કર્યો ન હતો.
