Junagadh News: કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી અને મશીનરી પ્રદર્શન મેળામાં એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો અને સામાન્ય લોકોને પરવડે તેવું પ્રથમ સોલાર ટ્રેક્ટર અને સોલાર રિક્ષા તૈયાર કરી પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, બાઈક કરતા પણ ઓછા ભાવમાં રિક્ષા બનાવવામાં આવી છે.મિનિ ટ્રેક્ટર અને રિક્ષાની પેટન્ટ મંજૂર કરાવવાની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરાશે.
હાલ ડિજિટલ યુગમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.જેમાં પેટ્રોલ ડીઝલના મોંઘા ભાવ છે. જેથી ઈલેક્ટ્રીકના બદલે કુદરતી સૌર ઊર્જાથી વાહન ચાલે તો સામાન્ય માણસના ગજવામાં મોટી રાહત થઈ શકે છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશના પ્રથમ સોલાર ટ્રેક્ટર અને સોલાર રીક્ષા બનાવવામાં આવીને તેને આજે કૃષિ યુનિ.ખાતે કૃષિ મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ કૃષિ યુનિ.ના એન્જિનિયરિંગ કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો.એમ.એચ. ધુલાવતએ જણાવ્યા અનુસાર એન્જિનિયરિંગ કોલેજના અજય કચોટ,વિજય ગરચર અને રાજુ ગૌડા ત્રણ વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલની ઝંઝટમાંથી મુક્તિ મળે તે માટે ટ્રેક્ટર અને રિક્ષા પર સોલાર ફીટ કરી કુદરતી ઊર્જા સંચાલિત વાહન તૈયાર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ખેડૂતોને ખેતી કામમાં નિંદામણ માટે ઉપયોગી સોલાર ટ્રેક્ટરમાં મોબાઈલની લિથેમાઈન બેટરીને પણ જોડવામાં આવી છે. જેથી વષા ઋતુમાં સોલારની અછત થાય ત્યારે બેટરીથી પણ તેનું સંચાલન થઈ શકે છે. આ ઉપરાંત ટ્રેક્ટરમાં સ્પ્રિંકલ પણ ફીટ કરવામાં આવ્યું છે જેથી જંતુનાશક દવાના છંટકાવમાં પણ આ ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકાય છે. આ ટ્રેકટર 22 થી 25 કિલોમીટરની એવરેજ સાથેના અદ્યતન ટ્રેક્ટરમાં લગાવેલી સોલાર પ્લેટથી 545 વોલ્ટની કેપેસિટી ધરાવતા ટ્રેક્ટર 5 કલાક અને 100 કિલોમીટર ચલાવી શકાય છે. કેટલાક વિસ્તારોમાં ભાડેથી ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવે છે. જેથી પેટ્રોલ,ડીઝલ અને ભાડાની ઝંઝટમાંથી અદ્યતન ટેકનોલોજી ધરાવતું આ મિનિ ટ્રેક્ટર ખેડૂતો માટે મહત્વની કડી બની રહેશે.
કૃષિ યુનિ. દ્વારા આગામી દિવસોમાં કેન્દ્ર સરકારમાં ટ્રેક્ટર માટે પેટન્ટની પણ મંજૂરી માટેની તજવીજ હાથ ધરી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેક્ટર ઉપરાંત સોલાર રીક્ષા તૈયાર કરવામાં આવી છે. રીક્ષાની ઉપર સોલાર પ્લેટ જોડી 1 ટન માલ સામાન ભરી શકાય તેવી 18 કિલોમીટરની કેપેસિટી ધરાવતી સોલાર રિક્ષામાં બીએલડીસી મોટર, લિથેમાઈન બેટરી અને સોલાર પ્લેટ સહિતનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ મોટરસાયકલથી પણ ઓછા દરે માત્ર 54,000ની કિંમતમાં સોલર રીક્ષા બનાવવામાં આવી છે.આ રીક્ષા મુખ્યત્વે શાકભાજી તથા માલસામાનના પરિવહનમાં ઉપયોગ લઈ શકાય છે.
જાતે ખાતર તૈયાર થાય તેવું બાયોગેસ્ટર
ટેકનોલોજી પ્રદર્શન મેળવવામાં ખેડૂતો આત્મનિર્ભર બની જાતે જ ખાતર તૈયાર કરી શકાય તેવી છાણીયું ખાતર, નિંદામણ, ગૌમૂત્ર, છાત ગોળ ઘન કચરો સહિતની વસ્તુઓને મિશ્રણ સાથે બાયોગેસ્ટરથી તૈયાર થતા ખાતરથી ખેડૂતોને સારું પાક ઉત્પાદન મળે છે. આ ઉપરાંત ગેસ પણ ઉત્પન્ન થાય છે જે પણ ઉપયોગી બની રહે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
