Junagadh To Rajkot Train: યાત્રિયોની સુવિધા માટે જૂનાગઢ-રાજકોટ વચ્ચે આજે વધુ એક મહાશિવરાત્રી મેળો વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે, જાણો સમય

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે આજે 27-02-2025 (ગુરુવાર)ના રોજ વધુ એક જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 27 Feb 2025 11:54 AM (IST)Updated: Thu, 27 Feb 2025 11:55 AM (IST)
special-mahashivratri-fair-train-to-operate-between-junagadh-and-rajkot

Junagadh To Rajkot Train: જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે આજે 27-02-2025 (ગુરુવાર)ના રોજ વધુ એક જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે

  • રાજકોટથી જૂનાગઢ જવા વાળી રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 13.00 કલાકે જૂનાગઢ પહોંચશે.
  • જૂનાગઢથી રાજકોટ જવા વાળી જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે.
  • ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેન તરીકે દોડશે.