હવેથી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ચોરવાડ રોડ સ્ટેશન પણ ઊભી રહેશે, 21 ઓક્ટોબરથી અમલ

પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ-બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને 21 ઓક્ટોબરથી ચોરવાડ રોડ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જાણો સમયપત્રક અને વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 20 Oct 2026 03:43 AM (IST)Updated: Tue, 20 Oct 2026 03:43 AM (IST)
saurashtra-janata-express-to-stop-at-chorwad-road-station

Railway News: યાત્રીઓને વધુ સારી રેલવે સુવિધાઓ પૂરી પાડવા તથા સ્થાનિક સ્તરે કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળ હેઠળ આવતા ચોરવાડ રોડ સ્ટેશન પર વેરાવળ–બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (19218/19217) ને પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે.

જાણો કઈ ટ્રેન ક્યારે અને કેટલા વાગ્યે ઊભી રહેશે

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેનોના પ્રાયોગિક સ્ટોપેજનો સમય નીચે મુજબ રહેશે-

ટ્રેન નંબર 19218 (વેરાવળ–બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસ)

21 ઓક્ટોબર 2026થી ચોરવાડ રોડ સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનનો ચોરવાડ રોડ સ્ટેશન પર આગમન સમય બપોરે 12:15 વાગ્યે અને પ્રસ્થાન સમય 12:16 વાગ્યે રહેશે.

ટ્રેન નંબર 19217 (બાન્દ્રા–વેરાવળ સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસ)

22 ઓક્ટોબર 2026થી ચોરવાડ રોડ સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનનો ચોરવાડ રોડ સ્ટેશન પર આગમન સમય સવારે 05:49 વાગ્યે અને પ્રસ્થાન સમય 05:50 વાગ્યે રહેશે.

સ્થાનિક મુસાફરો અને પ્રાદેશિક વિકાસને મળશે પ્રોત્સાહન

મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે આ પ્રાયોગિક સ્ટોપેજથી ચોરવાડ રોડ રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારના મુસાફરોને અવરજવરમાં ભારે સરળતા રહેશે. સ્થાનિક નાગરિકોને વધુ સારી રેલવે સુવિધા મળવાથી પ્રાદેશિક વિકાસને પણ વેગ મળશે.

પશ્ચિમ રેલવે મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત કરવા સતત પ્રયત્નશીલ છે.