Junagadh: જૂનાગઢની ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે. મહાશિવરાત્રીના મેળાને લઇને મંદિરો અને આશ્રમોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. અલગ-અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સાતુસંતો ભવનાથની તળેટીએ પહોંચ્યા છે. સમગ્ર ભવનાથ તળેટી શિવમય બની છે. જૂનાગઢ પોલીસે લોખંડી બંદોબસ્ત અને યાત્રિકોને અવગડ ન પડે તે પ્રકારની સુવિધાઓ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના દિવસે રાત્રિના ભવનાથમાં નાગા સાધુની રવાડી નીકળશે છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે આ રબારી નીકળશે અને મધરાત્રીએ નાગા સાધુના મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ ભવનાથ મહાદેવની મહા આરતી સાથે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થાય છે. સાધુ સંતો માટે ભવનાથ વિસ્તારમાં પાંચ દિવસ સુધી ધુણો લાગે છે. જેના માટે ભવનાથ વિસ્તારમાં ભવનાથ મંદિરો આસપાસ સાધુ સંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોટાભાગના આશ્રમો હાઉસફુલ થઈ ગયા હતા, એટલું જ નહીં પરંતુ હોટલો પણ શહેરની મોટાભાગની હાઉસફુલ જોવા મળે રહી છે.
મનપા તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ખાસ કરી સફાઈ પાણી વ્યવસ્થા કરવામાં આવશે. તો પીજીવીસીએલ દ્વારા લાઈટ તથા વાહન વ્યવહારો માટે એસટી બસ વ્યવસ્થા જોવામાં આવશે. લાખોની સંખ્યામાં ભાવિક ઉમટતા હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સ્વસ્થ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ શિવરાત્રી મેળા દરમિયાન અઢી પોલીસ ખડે પગે રહેશે.
આવનારા ભાવિકોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તત્પર હોવાનું પોલીસ વડાએ જણાવ્યું હતું. સાથે જ મેળામાં કોઈ ખોટી રીતે આપવા ન ફેલાવે તેના માટે પણ પોલીસે લોકોને અપીલ કરી છે. મેળા દરમિયાન ખિસ્સા કાતરૂ, પાકીટ, મોબાઈલ ચોરી જેવી ઘટના અટકાવવા માટે પણ સ્પેશિયલ પોલીસ ટીમને તેના કરવામાં આવી છે. સાથે જ 24 કલાક સીસીટીવી તથા ડોનની મદદથી મોનેટરી પણ કરવામાં આવશે.
મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે, તેથી એસ.ટી. વિભાગ દ્વારા ભવનાથ માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવે છે. સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી ભવનાથ માટેની બસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જૂનાગઢ ડિવીઝનમાં બે નવા રૂટની પણ શરૂઆત કરવામાં આવી, જેમાં સોમનાથ ગાંધીનગર અને કેશોદ નાથ દ્વારા બસનો પ્રારંભ કરવામાં આવ્યો. મહાશિવરાત્રીના મેળામાં જવા માટે 56 બસો ફાળવવામાં આવી છે જેનું ભાડું વીસ રૂપીયા રાખવામાં આવ્યું છે.
