Laalo Movie: જૂનાગઢના ફિલ્મ રસિકો માટે ખુશખબર! 100 કરોડની કમાણી કરનારી ફિલ્મ 'લાલો' હવે માત્ર ₹100 માં; હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં થશે રિલીઝ

દર્શકોને આકર્ષવા અને દરેક વર્ગના લોકો પરિવાર સાથે ફિલ્મ માણી શકે તે હેતુથી ટિકિટના દરમાં વિશેષ રાહત આપવામાં આવી છે. દર્શકો આ સુપરહિટ ફિલ્મ માત્ર ₹100 ના દરે જોઈ શકશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 09 Jan 2026 11:30 AM (IST)Updated: Fri, 09 Jan 2026 11:30 AM (IST)
laalo-movie-release-gujarati-hindi-languages-affordable-tickets-rs-100

Laalo (Hindi) Movie Release: જૂનાગઢ શહેરના સિનેમા પ્રેમીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. મોતીબાગ રોડ પર સ્થિત પ્રખ્યાત સૂરજ સિનેપ્લેક્સ દ્વારા ઐતિહાસિક સફળતા મેળવનારી ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' (Laalo - Krishna Sada Sahaayate) ને લઈને એક વિશેષ ઓફરની જાહેરાત કરવામાં આવી છે.

9 જાન્યુઆરીથી હિન્દી અને ગુજરાતીમાં

બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની જંગી કમાણી કરીને ઈતિહાસ રચનારી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ હવે ભાષાના સીમાડા ઓળંગી ચૂકી છે. 9 જાન્યુઆરીથી દર્શકો આ ફિલ્મને ગુજરાતીની સાથે-સાથે હિન્દી ભાષામાં પણ મોટા પડદા પર નિહાળી શકશે. જે દર્શકો આ ફિલ્મ જોવાની ચૂકી ગયા હોય અથવા ફરીથી માણવા માંગતા હોય તેમના માટે આ સુવર્ણ તક છે.

ટિકિટના દરમાં મોટો ઘટાડો

દર્શકોને આકર્ષવા અને દરેક વર્ગના લોકો પરિવાર સાથે ફિલ્મ માણી શકે તે હેતુથી ટિકિટના દરમાં વિશેષ રાહત આપવામાં આવી છે. દર્શકો આ સુપરહિટ ફિલ્મ માત્ર ₹100 ના દરે જોઈ શકશે. સોશિયલ મીડિયા પર પણ આ ઓફરની ચર્ચા છે અને તેને એક એવી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે જે વારંવાર જોવાનું મન થાય.

ફિલ્મ વિશે

'લાલો - કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મનું દિગ્દર્શન અંકિત સાખિયાએ કર્યું છે. આર.ડી. બ્રધર્સ મૂવીઝ, મેનિફેસ્ટ ફિલ્મ્સ અને સોલ સૂત્રના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મમાં કરણ જોશી, રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, અંશુ જોશી અને કિન્નલ નાયક જેવા કલાકારો છે.