Kirti Patel: એક સમયે રૌફ જમાવતી કીર્તિ પટેલ હવે ચોંધાર આંસુએ રડવા લાગી, આજીજી કરી કહેવા લાગી…..

ભવનાથ મંદિરમાં જ્યારે મૃગી કુંડમાં મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુઓ રાત્રે શાહી સ્થાન કર્યું તે વખતે સાધુઓની સાથે કીર્તિ પટેલે પણ સ્નાન કરતાં ભારે વિવાદ સર્જાયો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Feb 2026 06:27 PM (IST)Updated: Mon, 23 Feb 2026 06:27 PM (IST)
kirti-patel-now-started-crying-profusely-and-pleading-in-junagadh-court-campus

Kirti Patel: સતત વિવાદોમાં રહેલી કીર્તિ પટેલ (Kirti Patel)નું એક અલગ અને વિચિત્ર સ્વરૂપ સામે આવ્યું છે. રિમાન્ડ પૂરા થયા બાદ જ્યારે કીર્તિ પટેલને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તે ચોંધાર આંસુએ રડવા લાગી હતી. તે રડતાં-રડતાં મીડિયાની હાજરી સાથે યોગ્ય ન્યાયની માંગ કરી હતી.

ભવનાથ મંદિરમાં જ્યારે મૃગી કુંડમાં મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુઓ રાત્રે શાહી સ્થાન કર્યું તે વખતે સાધુઓની સાથે કીર્તિ પટેલે પણ સ્નાન કરતાં ભારે વિવાદ સર્જાયો હતો.

આ વિવાદ બાદ તેની સામે ત્રણ-ત્રણ ફરિયાદ દાખલ થઈ હતી. સ્થિતિ જોઈને કીર્તિ પટેલ રાજસ્થાન ભાગી ગઈ હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કહી હતી અને આજે 23 ફેબ્રુઆરી સાંજ સુધી રિમાન્ડ પર હતી. હવે જ્યારે રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તે રડવા લાગી હતી.

રડતાં-રડતાં શું કહ્યું
સતત વિવાદોમાં રહેતી અને સોશિયલ મીડિયામાં અયોગ્ય નિવેદનો આપતી કીર્તિનું આજે અલગ જ સ્વરૂપ જોવા મળતું હતું. પોલીસ વાનમાંથી નિકળતા તે મીડિયા સમક્ષ આજીજી કરવા લાગી હતી અને રડતાં-રડતાં કહેવા લાગી કે તમે મને આ રીતે ખેંચીને ન લઈ જશો, મીડિયા હાજર રહે અને મને યોગ્ય ન્યાય મળે.

મારા ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે ખોટા છે અને મને ન્યાય મળવો જોઈએ. આ સમયે પોલીસે તેને બોલતા અટકાવી હતી અને કોર્ટમાં લઈ ગયેલ. બીજી બાજુ પોલીસ પણ કીર્તિ પટેલના રિમાન્ડ 5 દિવસ માટે મળે તેવી કાર્યવાહી શરૂ કરી છે.