Junagadh Lion Video: જૂનાગઢ જિલ્લામાં ગીર અભ્યારણ્ય આવેલું હોવાથી ત્યાં સિંહોનો વસવાટ છે. ઘણીવાર ખોરાકની શોધમાં સિંહો જંગલની હદો પાર કરીને માનવ વસ્તીમાં ઘૂસી જતા હોય છે. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થતાં હોય છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યાં જૂનાગઢમાં અશોક શિલાલેખ પાસે આવેલા સોનપુરી સમશાન ચોકમાં રાત્રિના સમયે ચાર સિંહો આંટાફેરા મારતા દેખાયા હતા. સમગ્ર વીડિયો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે.
સૂતેલા દુકાનદાર પાસેથી સિંહો પસાર થયા
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, સોનાપુરી વિસ્તારમાં રાત્રિના અંદાજે 1,30 કલાકે એક દુકાનની બહાર દુકાનદાર સુઈ રહ્યો હતો. ત્યારે તે સમયે તેની પાસેથી ચાર સિંહો કોઈ પણ અવાજ કર્યા વગર શાંતિથી પસાર થઈ ગયા છે. રાત્રિના સમયનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
વન વિભાગે સિંહોને જંગલ તરફ ખસેડ્યા
સ્મશાન પાસે આંટાફેરા માર્યા બાદ સિંહો અશોક શિલાલેખ પાસે પહોંચીને દીવાલ પર ચઢીને મોજમસ્તી કરી હતી. જ્યારે વનવિભાગને જાણ મળી કે, સોનપુરી વિસ્તારમાં સિંહો આવ્યા છે. ત્યારે વન વિભાગની ટીમે સ્થળ પર આવી પહોંચીને સિંહોને વન વિસ્તાર તરફ ખસેડ્યા હતા.
