જૂનાગઢ પોલીસ બેડામાં મોટો ફેરફાર! એકસાથે 181 કર્મચારીઓની આંતરિક બદલીઓના ઓર્ડર

જૂનાગઢ પોલીસમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા 181 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 07 Nov 2026 11:13 AM (IST)Updated: Sat, 07 Nov 2026 11:13 AM (IST)
junagadh-police-transfers-181-personnel-shifted-internally

Junagadh Police Transfer: જૂનાગઢ પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોમાંથી કુલ 181 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા આ મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે, જૂનાગઢમાં વિવિધ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા 181 કર્મચારીઓને બદલીઓના ઓર્ડર આપ્યા છે.

181 પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ

પોલીસ અધિક્ષક દ્વારા જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે, જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં ASI સહિત 36 પોલીસ કર્મચારીઓની જાહેર હિતમાં અને 145 કર્મચારીઓની માંગણી પ્રમાણે ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવ્યો હતો. અપાયેલા આદેશમાં મોટા પાયે થયેલી બદલીઓ પાછળ મુખ્યત્વે વહીવટી જરુરિયાતો અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

બદલીની જગ્યા પર હાજર થવા આદેશ

પોલીસ વિભાગમાં કરાયેલી આંતરિક ફેરબદલમાં શહેરના ભવનાથ, માળિયા હાટીના, માંગરોળ, કેશોદ, વંથલી અને વિસાવદર, બાંટવા અને ભેસાણ સહિતના ગ્રામ્ય પંથકોના પોલીસ મથકો અને હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓનું આંતરિક બદલીઓ કરાઈ છે. ઉપરાંત પોલીસ અધિક્ષક દ્વારા ફેરબદલ પામેલા કર્મચારીઓને કોઈ પણ જાતના વિલંબ વિના તાત્કાલિક અસરથી બદલી થનારી જગ્યા પર હાજર થવાનો આદેશ અપાયો છે.

ક્રમ પોલીસ સ્ટેશન / શાખા બદલી કરાયેલ કર્મચારીઓની સંખ્યા
1 કેશોદ 24
2 એ ડિવિઝન 21
3 બી ડિવિઝન 15
4 સી ડિવિઝન 13
5 વંથલી 11
6 ભવનાથ 9
7 તાલુકા 9
8 માણાવદર 8
9 માંગરોળ 8
10 માળિયા હાટીના 8
11 ભેસાણ 7
12 બાંટવા 7
13 માંગરોળ મરીન 6
14 હેડ ક્વાર્ટર 6
15 વિસાવદર 5
16 ચોરવાડ 5
17 શહેર ટ્રાફિક 4
18 બીલખા 3
19 શીલ 3
20 મહિલા 2
21 મેંદરડા 1
22 ડીવાયએસપી એસસી એસટી 1
23 ક્યુઆરટી (QRT) 1
24 ડીવાયએસપી રૂરલ 1
25 સાસણ 1
26 એમટી (MT) 1