Junagadh: પ્રાણ પ્રતિષ્ઠાને ઈવેન્ટ કહેનારા શંકરાચાર્યને ઈન્દ્રભારતી મહારાજનો સવાલ- 'સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કેમ નહતા બોલ્યા?'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 17 Jan 2024 11:33 PM (IST)Updated: Wed, 17 Jan 2024 11:33 PM (IST)
junagadh-news-indrabharti-maharaj-question-to-shankaracharya-on-pran-pratishtha

Junagadh: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો કે જ્યોતિશમઠના શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેના પર જૂનાગઢના ઈન્દ્રભારતી મહારાજે પલટવાર કર્યો છે.

હકીકતમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક ઈવેન્ટ છે. હકીકતમાં નિર્માણ કાર્ય પૂર્ણ થાય બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ શકે.

અવિમુક્તેશ્વરાનંદ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપતા જૂનાગઢના ઈન્દ્રભારતી મહારાજે જણાવ્યું કે, શંકરાચાર્યને જેમને જે સમજવું હોઈ બોલવું હોય બોલે કઈ ફેર નથી પડતો. આ હિંદુઓ માટે ઉત્સવનો સમય છે. એવું કયા લખ્યું છે કે, મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય? સોમનાથમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કર્યાના વર્ષો બાદ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા સમયે પણ વડાપ્રધાન નહેરુ હાજર રહ્યા નહોતા. કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર પોતાના નિવેદનો આપી રહી છે.

જે સનાતાનીઓએ એમ કહેતા હોય કે, મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે તેમને પૂછવા માંગુ છું કે, સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા વખતે શા માટે નહોતા બોલ્યા? અત્યાર કોના કહેવાથી વિરોધ કરવા નીકળ્યા છો? હિન્દુના દીકરા માટે સનાતનીઓ માટે આનંદ ઉત્સવના દિવસો છે. લોકોને હાકલ છે નરેન્દ્ર મોદી છે, તો જ બધું શક્ય છે. 2024માં નરેન્દ્ર ભાઈનું ધ્યાન રાખશો તો આગામી સમયમાં હજુ પણ આવા પ્રસંગો જોવા મળશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.