Junagadh: છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના જામકા, જાંબાળા, બરડિયા સહિતાન ગામમો સિહોના ધામા છે. સિંહોને લઈને ગ્રામજનોમાં પણ ફફડાટ છે. થોડા દિવસ પહેલાજ બરડીયા ગામમાં તરુણીને સિંહે ફાડી ખાધી હતી. ત્યારે જામકા ગામમાં પણ સિંહોની લટારથી ગ્રામજનો ડરી ગયા હતા.
જામકામાં સિહોની આ લટાર ઘરની બહાર લગાવાયેલા કેમેરા કેદ થઈ છે. જેમાં બે સિંહ શિકારની શોધમાં ફરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ છે. આ પહેલા આજ બે સિંહો જાંબાલા ગામની સીમમાં જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો
જૂનાગઢના જામકા ગામમાં સિહોની લટાર#junagadhnews #junagadh #lion #Gujaratnews #Localnews #GujaratiJagran #fbreel #instareels #viralreelsfacebook #viralreelsシ #instragramreels #trendingreels #trendingvideo #trendingpost #trendingnow #trendingtopic pic.twitter.com/0E4D0Q6bBe
— Gujarati Jagran (@gujaratijagran) December 24, 2024
રાતના સમયે લોકો એકલા બહાર નિકળતા હાલ ડરી રહ્યા છે. તેમજ વાડીકામ માટે જતા લોકો પણ ભારે સાવચેતી રાખીને બહાર નીકળી રહ્યા છે.
