ગિરનાર તળેટીમાં સાવજોનો જમાવડો: વહેલી સવારે સાત સિંહોનો આખો પરિવાર રસ્તા પર ઉતર્યો, લોકો આશ્ચર્યચકિત, Video વાયરલ થયો

જૂનાગઢ ભવનાથ અશોક શિલાલેખ પાસે વહેલી સવારે સાત સિંહોનો આખો પરિવાર શાહી અંદાજમાં રસ્તો ઓળંગતો CCTVમાં કેદ. વન વિભાગે સિંહોને જંગલમાં ખસેડ્યા, જુઓ વાયરલ નજારો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 03 Oct 2026 02:20 PM (IST)Updated: Sat, 03 Oct 2026 02:20 PM (IST)
junagadh-bhavnath-ashok-shilalekh-seven-lions-family-road-viral-cctv-video

Junagadh News: જૂનાગઢ જિલ્લો અને તેની આસપાસ રહેલો ગીર અભ્યારણ્ય વિસ્તાર એશિયાટિક સિંહોનું ઘર છે. જૂનાગઢમાં પવિત્ર ગિરનારની તળેટી પર અવારનવાર સિંહો અવારનવાર નજરે પડતાં હોય છે. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. તાજેતરમાં જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ વિસ્તારમાં આવેલા અશોક શિલાલેખ નજીક સાત સિંહોનો આખો પરિવાર એકસાથે શાહી અંદાજમાં લટાર મારતો કેદ થયો છે. જેના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે.

રસ્તા પર લટાર મારતો સિંહોનો પરિવાર

મળતી વિગત મુજબ, વહેલી સવારે અશોક શિલાલેખ પાસે આવેલા મેઈન રોડ પર સાત સિંહોનો આખો પરિવાર એકસાથે આવી ચડ્યો હતો. ખુલ્લા માર્ગ પર એસ સાથે સાત સિંહોને જોઈને વાહનચાલકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સિંહોને માર્ગ ઓળંગવામાં કોઈ ખલેલ ન પહોંચે અને સુરક્ષાને ધ્યાને લેતાં વાહનચાલકોએ પોતાના વાહનોને થંભાવી દીધા હતા. તેમજ શાંતિથી સિંહ પરિવારને રસ્તો ઓળંગવા દીધો હતો.

ગિરનાર જંગલ વિસ્તારમાં સાવજોનો દબદબો

ગિરનાર જંગલ વિસ્તારમાં હાલ 54થી વધારે સિંહોનો વસવાટ નોધાયેલ છે. અવારનવાર સિંહો પોતાના ખોરાકની શોધમાં કે સામાન્ય લટાર મારવા માટે માનવ વસ્તી તરફ દોરી આવે છે. પરંતુ વહેલી સવારે સિંહોની શાહી લટારથી લોકો રોંમાંચિત થઈ ગયા હતા. બીજી બાજુ વન વિભાગની ટીમે તકેદારીના ભાગરુપે સિંહ પરિવારને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડ્યો હતો.