Junagadh: શિવરાત્રિ મેળાને લઈને ભવનાથમાં નડતરરૂપ 98 દબાણો દૂર કરાયાં, 3 દિવસ પહેલા નોટિસ અપાઈ હતી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 20 Feb 2024 11:51 AM (IST)Updated: Tue, 20 Feb 2024 11:56 AM (IST)
junagadh-98-barrages-removed-in-bhavnath-over-maha-shivratri-fair-notice-given-3-days-ago

Junagadh News: ગિરનારની ગોદમાં આગામી તારીખ 5 માર્ચથી તારીખ 8 માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. ત્યારે મેળામાં આવતા ભાવિકો અને સાધુ-સંતોને કોઈ અગવડતા ન પડે તે માટે આજે મનપા દ્વારા રવેડી રૂટ અને અન્ય સ્થળોએ નડતરરૂપ 98 દબાણોને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

આજે જૂનાગઢ મહાપાલિકાની દબાણ શાખા દ્વારા ત્રણ દિવસ પહેલા ભવનાથમાં નડતરરૂપ હોય તેવા નવ દબાણકારોને નોટીસ આપી હતી. ત્રણ દિવસમાં તેમનું દબાણ સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું હતું. ત્યારે આજે નોટીસ બાદ મનપાની દબાણ શાખાનીઓ ટીમ દ્વારા એક્શન મોડમાં આવી હતી. ભવનાથમાં રવેડીના રૂટ અને મંદિર આસપાસ તેમજ દત્ત ચોક પાસેના લારી-ગલ્લા અને કેબીનો તેમજ દુકાનોના છાપરા દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા ભવનાથમાં આવતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા તેમજ ટ્રાફિક નિયમન વ્યવસ્થાઓ જળવાય તે માટે રસ્તાઓને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. સાથે જે સ્થળે ગેરકાયદે દબાણો અને કાચા-પાકા બાંધકામો થયેલા નજરે ચડે તેને દુર કરીને JCB, બુલડોઝર દ્વારા દુર કરવાની કામગીરી હાલ ભવનાથ વિસ્તારમાં ચાલી રહી છે.