Gujarat Rains: આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા બે કલાકમાં કુલ 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં સવા બે ઈંચ જ્યારે માળિયા હાટિનામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જાણો અન્ય તાલુકાની સ્થિતિ.
આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન જુનાગઢના મેંદરડામાં સવા બે ઈંચ, માળિયા હાટિનામાં સવા ઈંચ, જામજોધપુરમાં સવા ઈંચ, ઉપલેટામાં એક ઈંચ, કેશોદમાં 1 ઈંચ, બગસરામાં 21 મીમી, તલાલા અને ધોરાજીમાં 20-20 મીમી, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં 16-16 મીમી, ભાણવડમાં 10 મીમી, વિસાવદરમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.
આજે બપોરે 2 વાગ્યા સુધીમાં પાટણ-વેરાવળમાં 92 મીમી, મેંદરડામાં 60 મીમી, ઉમરગાંવમાં 45 મીમી, માળિયા હાટિના અને સૂત્રાપાડામાં 43-43 મીમી, તલાલામાં 38 મીમી, જામજોધપુરમાં 33 મીમી અને ઉપલેટામાં 27 મીમી વરસાદ વરસ્યો છે. આ સાથે જ અન્ય 36 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
