Gopal Italia: વિસાવદરના MLA ગોપાલ ઈટાલિયા દ્વારા બગડુંમાં ભવ્ય શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું આયોજન, જાણો કાર્યક્રમ વિશે

ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા ભવ્ય જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સર્વ સમાજને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 11 Aug 2025 04:24 PM (IST)Updated: Mon, 11 Aug 2025 04:24 PM (IST)
gopal-italia-visavadar-mla-gopal-italia-organizes-grand-shri-krishna-janmotsav-celebrations-in-bagdu-know-about-the-program
HIGHLIGHTS
  • આ ભવ્ય ઉજવણી તારીખ 16 ઓગસ્ટ 2025, શનિવારના રોજ "લેઉવા પટેલ સમાજ" મેંદરડા રોડ, બગડું ખાતે યોજાશે.
  • રાત્રે 8:30થી 10:00 સુધી ધ્રુવ આહિરની રાસ મંડળી દ્વારા મનમોહક રાસની રજૂઆત કરવામાં આવશે.

Gopal Italia News: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પ્રસંગે બગડું ખાતે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા ભવ્ય જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સર્વ સમાજને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી બધા એકસાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવી શકે.

આ ભવ્ય ઉજવણી તારીખ 16 ઓગસ્ટ 2025, શનિવારના રોજ "લેઉવા પટેલ સમાજ" મેંદરડા રોડ, બગડું ખાતે યોજાશે. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના આગમનથી થશે. રાત્રે 8:30થી 10:00 સુધી ધ્રુવ આહિરની રાસ મંડળી દ્વારા મનમોહક રાસની રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ, 10:00થી 11:00 સુધી વિવિધ ગામોની રાસ મંડળીઓ પોતાની કલા રજૂ કરશે. રાત્રે 11:15થી 11:30 દરમિયાન મહાનુભાવોના વક્તવ્ય યોજાશે, અને ત્યારબાદ 11:40થી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે.

આ કાર્યક્રમનું આયોજન વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા કરવામાં આવ્યું છે. નિમંત્રકોમાં રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા અને કૈલાસ સાવલિયાનો સમાવેશ થાય છે. આ પવિત્ર પ્રસંગે સમગ્ર સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે. "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના નાદ સાથે આવો, સૌ સાથે મળીને શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવીએ.