Gopal Italia: ભેસાણના હડમતીયા (વીશળ) ગામમાં બેલાનું રાજકારણ ગરમાયું, પોલીસના ધાડેધાડા ઉતાર્યા

આ સમગ્ર વિવાદ એક દિવાલને લઈને ઊભો થયો છે, જેને પગલે ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બંને પક્ષના વીડિયો વાયરલ થયા હતા.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 29 Jul 2025 01:29 PM (IST)Updated: Tue, 29 Jul 2025 02:45 PM (IST)
gopal-italia-bjp-leaders-clash-in-visavadar-gujarat-politics-heat-up
HIGHLIGHTS
  • અહીં AAP અને BJPના કાર્યકર્તા સામસામે આવી ગયા છે.
  • અહીં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

Gopal Italia vs BJP Leaders: બે દિવસ પહેલાં ભેસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામમાં મોડી સાંજે એક મોટી બબાલ સર્જાઈ હતી, જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. આ સમગ્ર વિવાદ એક દિવાલને લઈને ઊભો થયો છે, જેને પગલે ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બંને પક્ષના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે આજે ફરી અહીં AAP અને BJPના કાર્યકર્તા સામસામે આવી ગયા છે. જેને લીધે અહીં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલિયા દ્વારા હડમતીયા (વીશળ) ગામમાં એક ઘરની બહાર ખડકી દેવામાં આવેલા બેલા હટાવી લેવામાં આવ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ સ્થાનિકોને તે પરિવારની મદદ કરવા અને સાથ આપવા કહ્યું હતું. જે બાદ આજે બેલાનું રાજકારણ ગરમાયું છે અને ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.

naidunia_image

હડમતીયા (વીશળ) ગામની ઘટના શું હતી જાણો

ભેસાણ તાલુકાના હડમતીયા (વિશળ) ગામમાં હલાણને લઈને બે પરિવાર વચ્ચે 8 વર્ષ જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ હાલ કોર્ટમાં છે. ત્યારે આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ ગામમાં જઈ હલાણને બંધ કરવા માટે ડેલી આડા રાખેલા બેલાને ખસેડી નાખ્યા હતા. સાથે કહ્યું હતું કે હું આ બેલાને હટાવું છું હવે જોઉં છું આ બેલા પાછા અહીં કોણ રાખે છે. પરંતુ એજ રાત્રે હડમતીયા (વિશળ) ગામમાંની પંચાયત ટીમ અને તાલુકા પંચાયતા ઉપ પ્રમુખે આવીને બેલા ફરી ગોઠવી હલાણ બંધ કરી દીધું હતું અને કહ્યું હતું કે આ કેસ કોર્ટમાં છે. (ગોપાલ ઈટાલિયાએ વિવાદ પર શું કહ્યું તે વાંચવા માટે અહીં ક્લિક કરો)

naidunia_image

સાથે મામલતદારનો ઠરાવ પણ છે કે આ પરિવારનું હલાણ આ તરફ નથી. સાથે ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ પણ આપવામાં આવી હતી કે તારામાં તાકાત હોય તો બેલા ફરી હટાવીને બતાવ. આ મુદ્દાએ તારીખ 28 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર આખા ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. મોટો વિવાદ થતા હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ગોઠવવામાં આવ્યો છે.

naidunia_image

હડમતીયા (વિશળ) ગામના આ ડેલા આગળથી બેલા હટવા જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે? અમને આ લિંક પર કોમેન્ટ કરી જણાવો.