Girnar Lili Parikrama 2026: ગિરનાર પરિક્રમા માટે રેલવેની ભેટ, 18થી 26 નવેમ્બર દોડશે સ્પેશિયલ ટ્રેન, નોંધી લો સમય

પશ્ચિમ રેલવેએ ગિરનાર લીલી પરિક્રમા 2026 માટે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો 18 થી 26 નવેમ્બર દરમિયાન યાત્રાળુઓને સસ્તી અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 10:08 AM (IST)Updated: Wed, 18 Nov 2026 10:08 AM (IST)
girnar-lili-parikrama-special-trains-2026-rajkot-junagadh-schedule-timings-and-dates

Girnar Lili Parikrama 2026: સોરઠની શાન સમાન અને લાખો ભાવિકોની આસ્થાના કેન્દ્ર એવી જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા (Girnar Lili Parikrama 2026) શરૂ થવા જઈ રહી છે. પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે યાત્રાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા એક મોટો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્રમાર્થીઓની સુવિધા માટે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન (Mela Special Trains) દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

કઈ તારીખોએ દોડશે ગિરનાર પરિક્રમા સ્પેશિયલ ટ્રેન?

રેલવે પ્રશાસન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા માટે 18 નવેમ્બર 2026 થી 26 નવેમ્બર 2026 સુધી રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 2 જોડી સ્પેશિયલ ટ્રેન દરરોજ ચલાવવામાં આવશે.(ખાસ નોંધ: આ ટ્રેન 20 નવેમ્બર અને 24 નવેમ્બરના રોજ દોડશે નહીં, જેની યાત્રાળુઓએ ખાસ નોંધ લેવી.)

રાજકોટ - જૂનાગઢ સ્પેશિયલ ટ્રેનનું ટાઇમ ટેબલ

યાત્રાળુઓ પોતાના સમયનું યોગ્ય આયોજન કરી શકે તે માટે ટ્રેનનું સંપૂર્ણ સમયપત્રક નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું છે:

  • ટ્રેન નંબર 09604 (રાજકોટ થી જૂનાગઢ): આ સ્પેશિયલ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનથી સવારે 10:25 વાગ્યે ઉપડશે અને બપોરે 13:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે.
  • ટ્રેન નંબર 09603 (જૂનાગઢ થી રાજકોટ): પરત ફરતા યાત્રાળુઓ માટે આ ટ્રેન જૂનાગઢથી બપોરે 13:40 વાગ્યે ઉપડશે અને સાંજે 17:05 વાગ્યે રાજકોટ પરત ફરશે.

પરિક્રમાર્થીઓને થશે મોટો ફાયદો

ગિરનાર લીલી પરિક્રમાના દિવસોમાં હાઈવે પર ભારે ટ્રાફિક જામ અને એસટી બસોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. આ સ્થિતિમાં રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવતા રાજકોટ, પડધરી, ગોંડલ, જેતપુર અને આસપાસના વિસ્તારોમાંથી જૂનાગઢ જતા શ્રદ્ધાળુઓને સસ્તી, સુરક્ષિત અને સમયસર મુસાફરીનો વિકલ્પ મળશે.

ટિકિટ બુકિંગ અને અન્ય સુવિધાઓ

આ સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) ક્લાસની રહેશે કે તેમાં રિઝર્વેશનની સુવિધા મળશે તે અંગેની વિગતો માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના રેલવે સ્ટેશન પર જઈને તપાસ કરી શકે છે. તહેવારો અને મેળાના આ સમયમાં યાત્રાળુઓને સમયસર સ્ટેશન પર પહોંચી જવા અપીલ કરવામાં આવી છે.