Gir Somnath: સુત્રાપાડા પોલીસ કોન્સ્ટેબલના દારૂ કાંડમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની મોટી કાર્યવાહી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 18 Jul 2023 10:44 AM (IST)Updated: Tue, 18 Jul 2023 10:44 AM (IST)
gir-somnath-major-action-of-district-police-chief-manohar-singh-jadeja-in-sutrapada-police-constables-liquor-case

ગીર સોમનાથઃ સુત્રાપાડાના પ્રાંચી હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક મોટર કારમાંથી મળી આવેલી વિદેશી દારૂના જથ્થા અંગે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાના બદલે દારૂનો જથ્થો સ્થાનીક બુટલેગરને વેંચી મારી રોકડી કરી લીધી હતી. આ કારસ્તાન જિલ્લા પોલીસવડાના ધ્યાને આવતાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ GRD જવાનો અને એક બુટલેગર સામે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજે જિલ્લા પોલીસવડા મનહરસિંહ જાડેજા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણેય જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક પોલીસ કોન્સ્ટેબલ ભાવસી બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ કોન્સ્ટેબલ ભાવસી બારડને કર્યો સસ્પેન્ડ જ્યારે 03 GRD જવાનો દિનેશભાઈ વાસાભાઈ સોલંકી, વિજયભાઈ હમીરભાઇ કામળિયા અને કાનજીભાઈ કાળાભાઇ જાખોત્રાને ડિસમિસ કર્યા છે.

પોલીસ કોન્સ્ટેબલ ભાવસી બારડ હાલ તેઓ દારૂના ગુનામાં જેલમાં છે. તેઓના પોલીસ દ્વારા એક દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. તે આજે પૂર્ણ થતા તેઓને રીમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ ભાવસી બારડે ચેકિંગ દરમિયાન કારમાંથી મળી આવેલો વિદેશી દારૂનો જથ્થો બરોબાર સ્થાનિક બુટલેગરને વેંચી મારી રોકડી કરી લીધી હતી.