Junagadh: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રી પર્વે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કર્યા, મંદિર પરિસરમાં સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા

મહાશિવરાત્રીના મેળામાં જુદા જુદા અખાડાઓના સાધુ સંતો અને દિગંબર સાધુઓની મહાશિવરાત્રી પર્વે નીકળતી રવેડીનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Feb 2026 06:53 PM (IST)Updated: Sun, 15 Feb 2026 06:53 PM (IST)
cm-bhupendra-patel-visits-bhavnath-mahadev-temple-in-junagadh-on-maha-shivratri
HIGHLIGHTS
  • મુખ્યમંત્રીની સાથે ઉર્જા રાજયમંત્રી કૌશિક વેકરીયા શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન-પૂજામાં જોડાયા

Junagadh: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીની સાથે ઉર્જા રાજયમંત્રી કૌશિક વેકરીયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન-પૂજામાં જોડાયા હતાં.

મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું.

સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રીએ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા.

naidunia_image

મુખ્યમંત્રીએ આસ્થાના મહાકુંભરૂપ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, મહેશગીરીબાપુ, મહેન્દ્રાનંદગીરીબાપુ, સંપૂર્ણાનંદજી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, ભારદ્વાજગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ ખેસ અને ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ તકે જિલ્લાના પદાધિકારી - અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.

naidunia_image

મુખ્યમંત્રીનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. આ સાથે જ ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાનું પણ સ્મૃતિચિન્હ અર્પણ કરી વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે મહાશિવરાત્રીના મેળાની પ્રાથમિક ભૂમિકા આપી હતી.

naidunia_image