Junagadh News: ભવનાથમાં જૂનાગઢ મહાપાલિકા ભોળાનાથની વિશાળ પ્રતિમા મુકવાની ઘણા સમયથી વાતો કરી રહ્યું હતું, ત્યાં તો કોઈએ દામોદર કુંડ સામે ટનલનું બાજુમાં 10 ફૂટની ભોળાનાથની પ્રતિમા મુકીને ચોકનું નામકરણ પણ કરી નાખ્યું છે.
દામોદર કુંડ સામે બનેલી ટનલની બાજુમાં કોઈ શિવભક્ત દ્વારા ભગવાન ભોળાનાથની 10 ફૂટ કરતા ઉંચી પ્રતિમા મૂકી છે, અને આગળ આ ચોકનું નામકરણ પણ કરી નાખ્યું છે, ત્યારે હાલ ભવનાથ આવતા જતા ભોળાનાથની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.
અને ગીરી તળેટીમાં આવતા દેશ- વિદેશના પ્રવાસીઓ તેનાદર્શન કરી રહ્યા છે. હજુ તો એક તરફમહાપાલિકા ભવનાથમાં ભોળાનાથની પ્રતિમા મુકવાની વાતો કરી રહ્યું છે, અને તે ક્યારે મુકશે તે નક્કી નથી પરંતુ કોઈ શિવભક્તે પ્રતિમા મૂકી દેતા હાલ આકષર્ણનું કેન્દ્રબની છે.
