Hardik Patel: 2017ના જામનગરના એક કેસમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 10 Feb 2023 12:10 PM (IST)Updated: Fri, 10 Feb 2023 12:10 PM (IST)
viramgam-mla-hardik-patel-was-acquitted-by-the-court-in-a-2017-jamnagar-case

Jamnagar Court: જામનગરના દુધાપરમાં 2017માં હાર્દિક પટેલે એક કિસાન સભાનું આયોજન કર્યું હતું. જેને લઇને એક ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસ જામનગરની કોર્ટમાં ચાલી રહ્યો હતો. 2017ના આ કેસમાં જામનગર હાઇકોર્ટ દ્વારા વિરમગામના ધારાસભ્ય અને ભાજપ નેતા હાર્દિક પટેલને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગયા મહિને કોર્ટમાં હાજરી આપી હતી
જાન્યુઆરી મહિનામાં જામનગર જ્યુડીશિયલ કોર્ટમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપી હતી. 2017માં પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલે જામનગરના દુધાપર ગામે કિસાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમને લઈ એક ફરિયાદ નોંધાઇ હતી. જેમને લઇ હાર્દિક પટેલ આજે પોતાના વકીલ સાથે એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજરી આપી હતી.પાસના કેસમાં ફર્ધર સ્ટેટમેન્ટ માટે હાજરી આપી હતી.

કોર્ટમાં હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 4 નવેમ્બર 2017ના રોજ દુધાપર ગામે એક કિસાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને એક ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદને લઇને આજે સ્ટેટ્મેન્ટ આપવા માટે કોર્ટમાં હાજરી આપી છે. કાયદાની પરિભાષામાં ન્યાયતંત્ર પર ભરોસો કરીને સંપૂર્ણ વિશ્વાસ સાથે મારો જવાબ રજૂ કરવા આવ્યો છું અને ભરોસો છેકે ભારતનું ન્યાયતંત્ર ચોક્કસ મને ન્યાય આપશે. જે પણ કોઇ ફરિયાદ થઇ છે તેમાં નિર્દોષ છોડશે. પાટીદારોના પાસ અનામત આંદોલન વખતના તમામ કેસ પાછા ખેંચવા સરકાર કાર્યવાહી કરી છે .પરંતુ અમુક કેસો એવા છે જે કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે.