SIR Gujarat Update: મતદારોની સુવિધા માટે જામનગર જિલ્લાના તમામ મતદાન મથકો પર 27-28 ડિસેમ્બરે ખાસ ઝુંબેશનું આયોજન

મતદારયાદીમાં ઉમેરવા માટે ફોર્મ નંબર-6, નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર-7 તથા મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા કે સ્થળાંતર માટે ફોર્મ નંબર-8 ભરી શકશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 25 Dec 2025 05:16 PM (IST)Updated: Thu, 25 Dec 2025 05:16 PM (IST)
sir-gujarat-update-special-voter-campaign-on-dec-27-28-in-jamnagar

Jamnagar News: ભારતના ચૂંટણી આયોગ દ્વારા 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026’ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી આયોગના 11 ડિસેમ્બર 2025ના પત્રથી જાહેર કરાયેલા સુધારા મુજબ, હવે મતદારો પોતાના હક-દાવા અને વાંધા અરજીઓ આગામી18 જાન્યુઆરી 2026 સુધી રજૂ કરી શકશે.

​આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરવા માટે ફોર્મ નંબર-6, નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર-7 તથા મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા કે સ્થળાંતર માટે ફોર્મ નંબર-8 ભરી શકશે. આ ઉપરાંત, જે મતદારોએ પોતાના આધાર પુરાવા રજૂ કરવાના બાકી હોય તેઓ પણ આ સુધારણા કાર્યક્રમનો લાભ લઈ શકશે.

​નાગરિકોની સરળતા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બર 2025ના રોજ તમામ મતદાન મથકો પર ‘ખાસ ઝુંબેશ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને દિવસે સવારે 10 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી તમામ બુથ લેવલ ઓફિસર પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. લાયકાત ધરાવતા તમામ નાગરિકો અને મતદારો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ પોતાની અરજીઓ અને આધાર પુરાવા રજૂ કરે તેવો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.