કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની યશસ્વીનો કમાલ, સ્કોટલેન્ડ ખાતે એક સાથે બે મેડલ જીત્યા

યશસ્વી જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આવેલી ઉત્કલ કરાટે સ્કૂલમાં કરાટેની તાલીમ મેળવે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Nov 2026 10:39 PM (IST)Updated: Wed, 11 Nov 2026 10:39 PM (IST)
jamnagar-yashasvi-singh-charak-wins-two-medals-at-commonwealth-karate-championship-2026

Commonwealth Karate Championship 2026: જામનગરની કરાટે ખેલાડી યશસ્વી સિંહ ચરકે સ્કોટલેન્ડમાં યોજાયેલ કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ 2026 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 2 મેડલ જીત્યા છે. તેણે ક્લબ કેટેગરીમાં સિલ્વર મેડલ અને એલિટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વર્લ્ડ કરાટે ફેડરેશન (WKF) હેઠળ 4 થી 8 નવેમ્બર દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજાઈ હતી.

વિશ્વસ્તરે ભારત અને જામનગરનું નામ રોશન કરનાર યશસ્વી જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આવેલી ઉત્કલ કરાટે સ્કૂલમાં કરાટેની તાલીમ મેળવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી સફળતા બાદ યશસ્વીએ તેના મુખ્ય કોચ ઉમાકાંત સેનાપતિ સહિત માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડનારા તમામ અગ્રણીઓ અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

યશસ્વીને આ સ્તર સુધી પહોંચાડવામાં DSO જામનગર, KDF, KIO, RSCC અને KDARFS તરફથી ટેક્નિકલ તાલીમ તથા જરૂરી સહયોગ સાંપડ્યો હતો. આ ઉપરાંત રમત ક્ષેત્રે પ્રોત્સાહન અને સહયોગ આપવા બદલ રિલાયન્સ મેનેજમેન્ટ તેમજ જામનગરના સ્થાનિક સાંસદ પૂનમબેન માડમનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.