જામનગરના કાલાવડમાં અંધશ્રદ્ધાનો કીસો આવ્યો છે. કાલાવડ નજીક આવેલા નિકાવા ગામ નજીક આણંદપરમાં ચાર જેટલા ભુવાઓનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. વિજ્ઞાન જાથા દ્વારા જામનગર જિલ્લાના કાલાવડના નિકાવા ગામે ચાર જેટલા ભુવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો કાલાવડ ગ્રામ્ય પોલીસની મદદથી વિજ્ઞાન જાથાની ટીમ ઘટના હતી.
ટંકારીયા પરિવારનો 200 વર્ષ જૂનું આણંદપરમાં માતાજીનો મઢ છે. જ્યાં કેટલાય પરિવાર દ્વારા ભુવા સ્થાપવાની કામગીરી માટે ધાર્મિક કાર્ય રાખવામાં આવ્યો હતો. જેને લઇ સમાજના જાગૃત આગેવાનોએ આ વિધિનો વિરોધ કર્યો હતો. ભૂવા સાથે ડાકલાની રમઝટ બોલાવી વિચિત્ર રીતે ધૂણતાં હતા.
ગામના સમસાનના ખાટલે ભુવાઓએ માથે ઓઢીને સ્મશાનના ખાટલે વિધિ -વિધાન કરી હોવાનો પણ વિડિયો સામે આવ્યો છે. ભય- દહેશતનો માહોલ સર્જાયો હતો. તેમજ નબળા મનના લોકો માટે માનસિક ઈજાનું કામ તેમને કર્યું હતું. આણંદપર ગામમાં વિજ્ઞાન જાથાએ આવવાનો પડદા પાસ કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે પાંચ લોકોને સામે કાર્યવાહી હાથ ધરી હતી.
