Jamnagar: જામનગરમાં ગેરકાયદેસર રહેતા પાંચ બાંગ્લાદેશી પકડાયા, નકલી આધારકાર્ડ મળ્યા

જામનગરની પટેલ કોલોનીમાં મકાન ભાડે રાખી આ શખ્સો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હતા, પોલીસ તપાસ ચાલુ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 02 Jan 2026 04:39 PM (IST)Updated: Fri, 02 Jan 2026 04:39 PM (IST)
jamnagar-sog-police-detained-five-bangladeshi-nationals-living-illegally-in-patel-colony
HIGHLIGHTS
  • પટેલ કોલોનીમાં વસતા બાંગ્લાદેશી નાગરિકો પકડાયા
  • જામનગર SOG પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી
  • આ શખ્સો મકાન ભાડે રાખી ગેરકાયદેસર રહેતા હતા

Bangladeshis arrested in Jamnagar: જામનગર SOG પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. બાંગ્લાદેશના આ પાંચ નાગરિકોમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. આ લોકો શહેરની પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખી ગેરકાયદેસર રીતે રહેતા હતા.

પટેલ કોલોનીમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો

જામનગર SOG પોલીસને બાતમી મળી હતી કે પટેલ કોલોનીમાં કેટલાક ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે. બાતમીના આધારે પોલીસ પટેલ કોલોનીની શેરી નંબર 11 માં ગુલામ મયુદિન અબ્દુલ કરીમ ખાન ગાગદાણીના મકાનમાં રેડ પાડી હતી. આ દરમિયાન મકાનમાંથી પાંચ શખ્સોની તપાસ કરવાની આવી, જે બાદ તેઓ બાંગ્લાદેશના નાગરિક હોવાનું સામે આવ્યું હતું.

ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

જામનગરની પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખી ગેરકાયદેસર વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોને SOG પોલીસે પકડી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આ લોકોની ઓળખ શાહબુદ્દીન મોહમદ ગૌસ શેખ, મહમદ આરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદિ શેખ, નઝમા બેગમ અબ્દુલ હકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મહમદ આરીફ મુઝીબર શેખ તરીકે થઈ છે.

નકલી આધારકાર્ડ મળ્યા, પોલીસે ગુનો નોંધ્યો

બાંગ્લાદેશી નાગરિકો પાસેથી પશ્ચિમ બંગાળના આધારકાર્ડ મળી આવ્યા હતા. જામનગર SOG પોલીસે તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ લોકોને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.