Jamnagar Rain: જામનગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કાલાવડના મૂળિલા પાસે પૂલ તૂટતા જીવના જોખમે છાત્રોએ નદી પાર કરી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 24 Jun 2024 12:29 PM (IST)Updated: Mon, 24 Jun 2024 12:42 PM (IST)
jamnagar-rain-update-lalpur-kalavad-was-hit-by-a-massive-rainfall-today-in-last-24-hours

Jamnagar Rain News: આજે વહેલી સવારથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. લાલપુર અને કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લાલપુરમાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કાલાવડ પંથકમાં ધોધમાર વરસતા મૂળિલા ગામનો પૂલ તૂટી ગયો હતો. પૂલ તૂટી પડતા સ્કૂલના વિદ્યાર્થીઓ ફસાયા હતા. છાત્રોએ જીવના જોખમે નદી પાર કરી હતી.

ગ્રામજનોએ બાળકોને રેસક્યૂ કર્યા
કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે મૂળિલા ગામની નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પગલે મૂળિલા અને નપાણીયા ખીજડિયા ગામે જોડતો પૂલ તૂટી ગયો હતો. પૂલ તૂટ્યો હોવાના સમાચાર મળતા સરપંચ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા. એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી. સરપંચ અને ગ્રામજનોએ જીવના જોખમે બાળકોને નદી પાર કરાવી હતી.

લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ ખાબક્યો
જામનગર જિલ્લાના લાલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ગામના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. સવારના 6થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઇએ તો જામનગર જિલ્લામાં લાલપુરમાં 65 મિ.મી., જામનગરમાં 14, જામજોધપુરમાં 9, જોડિયામાં 3 મિ.મી જેટલો વરસાદ વરસ્યો હતો.

naidunia_image

સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જામનગરના લાલપુર, કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દ્વારકા, અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદને શરૂઆત થઈ ચૂકી છે.

naidunia_image
naidunia_image
naidunia_image