જામનગર: લાલપુરમાં PGVCL દ્વારા મેગા ડ્રાઈવ, વીજ બિલ બાકી હશે જોડાણ કાપશે; ગ્રાહકોએ ઓફિસ જઈને ભરવું પડશે

29 સપ્ટેમ્બર, મંગળવારે આ મેગા ડ્રાઈવ દરમિયાન બાકી વીજ બિલ ધરાવતા જોડાણોનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 26 Sep 2026 04:10 PM (IST)Updated: Sat, 26 Sep 2026 04:10 PM (IST)
jamnagar-pgvcl-pending-electricity-bill-drive-in-lalpur-september-29
AI Generated Image

Jamnagar PGVCL Drive: જામનગર જિલ્લાના લાલપુર શહેરમાં PGVCL કચેરી દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે લાલપુર PGVCL કચેરી દ્વારા સત્તાવાર જાહેરાત કરીને મહત્વની માહિતી આપવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ જે ગ્રાહકોનું વીજ બિલ બાકી હશે તેમનું વીજ જોડાણ કાપવામાં આવશે.

29 સપ્ટેમ્બરે વીજ જોડાણ કાપવાની ડ્રાઈવ

લાલપુર શહેરમાં PGVCL કચેરી દ્વારા 29 સપ્ટેમ્બર, મંગળવારે બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોના જોડાણ કાપવા માટે મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. આ મેગા ડ્રાઈવ દરમિયાન બાકી વીજ બિલ ધરાવતા તમામ જોડાણોનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવશે.

સ્થળ પર નહીં, PGVCL ઓફિસ જવું પડશે

વીજ જોડાણ કપાત અને બિલની ચુકવણી સંદર્ભે PGVCL દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્થળ પર કોઈ પણ પ્રકારની રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં. વીજ બિલ ભરવા અને વીજ પુરવઠો ફરી ચાલુ કરાવવા માટે ગ્રાહકોએ રૂબરૂ PGVCL ઓફિસ જવું પડશે. જોડાણ ફરી ચાલુ કરાવવા માટે ગ્રાહકે નિયત કરવામાં આવેલો ચાર્જ પણ ભરવો પડશે.

PGVCL દ્વારા ગ્રાહકો જોગ ખાસ અપીલ

ડ્રાઈવના દિવસે મોટી સંખ્યામાં વીજ જોડાણો કાપવામાં આવશે, જેના કારણે વીજ પુરવઠો ફરીથી ચાલુ થવામાં વધુ સમય લાગી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને PGVCL દ્વારા ગ્રાહકોને ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકો ડ્રાઈવ યોજાય તે પહેલાં જ પોતાના બાકી વીજ બિલ ભરી દે. ડ્રાઈવ પહેલા બિલ ભરી દેવાથી ડિસ્કનેક્શન ફી અને વીજળી વગર રહેવાની સ્થિતિ ટાળી શકાશે.