Jamnagar: 'આવો તો રમવા ને..!'- સાંસદ પૂનમ માડમ પણ ગરબાના તાલે ઝૂમ્યા, જુઓ VIDEO

નવલી નવરાત્રીની શરૂઆત થતા યુવાનોમાં ગરબે રમવા થનગનાટ જોવા મળ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Oct 2024 07:35 PM (IST)Updated: Fri, 04 Oct 2024 07:35 PM (IST)
jamnagar-news-bjp-mp-poonam-madam-play-garba

Jamnagar: ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગરબે ઘુમવાને લઈને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં જામનગરના સાંસદ પૂનમ માડમ પણ ગઈકાલે નવરાત્રીના પ્રથમ નોરતે ખેલૈયાઓની સાથે ગરબે ઘૂમ્યા હતા.

ગઈકાલે નવલી નવરાત્રીની શરૂઆત થતાં જ યુવાનોમાં ગરબા રમવાનો થનગનાટ જોવા મળ્યો છે. એવામાં માઁ અંબાની આરાધના કરતાં યુવાનો સાથે જામનગરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ પૂનમ માડમ પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા.

જણાવી દઈએ કે, આ વર્ષે જામનગર શહેરમાં 300થી વધુ સ્થળોએ પ્રાચીન અને 15 ઠેકાણે અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 934 જેટલા પોલીસ જવાનો અને 350 હોમગાર્ડ જવાનોને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગરબા આયોજકોને CCTV ગોઠવવા તેમજ કોઈ અનિચ્છનિય બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચનાઆપવામાં આવી છે. જ્યારે ટપોરીએ પર વૉટ રાખવા માટે પોલીસની SHE ટીમ પણ પેટ્રોલિંગ કરી હી છે.