જામનગર: પૂરપાટ કારે બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત, દંપતિ ગંભીર ઈજાગ્રસ્ત, 5 વર્ષની માસૂમનું કરુણ મોત થયું

જામનગરમાં 26 એપ્રિલના રોજ રાત્રે પૂરપાટ આવી રહેલી લાલ રંગની કારે બાઈકને ઘાતક ટક્કર મારતા બાઈક સવાર દંપતી અને 5 વર્ષની પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યાં બાળકીનું મોત થયું હતું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 27 Apr 2026 04:41 PM (IST)Updated: Mon, 27 Apr 2026 04:41 PM (IST)
jamnagar-news-accident-news-car-hits-bike-5-year-old-girl-death-kalavad-naka

Jamnagar News: જામનગરમાં 26 એપ્રિલના રોજ રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં પૂરપાટ આવી રહેલી લાલ રંગની કારે બાઈકને ઘાતક ટક્કર મારતા બાઈક સવાર દંપતી અને તેમની 5 વર્ષની પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ભયાવહ ઘટનામાં માસૂમ બાળકીનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. આ ગંભીર દુર્ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

ઝડપી કારે બાઈક સવાર દંપતિને ટક્કર મારી

મળતી માહિતી મુજબ, જામનગર શહેરના કાલાવાડ નાકા વિસ્તારમાં રહેતા ઈઝરાયેલ ઈકબાલ સમા તેમની પત્ની રુકસારબેન અને પુત્રી હબિરા તેઓ બાઈક પર સવાર થઈને નીકળી રહ્યા હતા. તેવામાં એક ઝડપથી આવી રહેલી લાલ રંગની કારે બાઈકસવાર દંપતિને અડફેટે લીધા હતા. જેથી બાઈક સવાર દંપતિ અને બાળકી ઘટના સ્થળે પછડાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારની પ્રચંડ ટક્કરે બાઈકના ફુરચા બોલાઈ ગયા હતા. જોકે,દુર્ઘટનામાં કારને પણ ખૂબ જ નુકસાન થયું હતું.

ઘટનામાં 5 વર્ષીય બાળકીનું મોત

ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.દુર્ઘટનાને પગલે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ત્રણેય ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકીને ખૂબ જ ઈજાઓ પહોંચી હોવાથી તેની સારવાર ચાલતી હતી. જેમાં તેનું મોત નિપજ્યું હતું. હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પરંતુ બાળકીના માતા-પિતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરિવારે ન્યાયની માંગણી કરી

ઘટનાને પગલે, પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમણે આ દુર્ઘટનામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કાયદાકીય પગલાં લે તેવી માંગ કરાઈ હતી. મૃતક બાળકીના કાકા જાવેદ હુસૈન સમાના જણાવ્યા મુજબ, અમારી એક જ માંગ છે કે, અમને તાત્કાલિક ન્યાય મળે અને આરોપી સામે કાર્યવાહી થાય. પરિજનોમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, ઘ

પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ થતા સીટી બી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે, તેમજ ફરાર કાર ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.