Tollbooth Attack: ખંભાળિયા નજીકના ટોલનાકા પર 15 લોકોનો મહિલા સહિત ત્રણ કર્મચારીઓ પર હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 06 Mar 2023 03:10 PM (IST)Updated: Mon, 06 Mar 2023 03:21 PM (IST)
15-people-attacked-three-employees-including-a-woman-at-a-toll-booth-near-khambhalia-caught-on-cctv

Dwarka News: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક ટોલનાકા પર કેટલાક લોકોએ બબાલ કરી હતી અને કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલી મારામારીમાં મહિલા કર્મચારી સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ખંભાળિયા નજીક ટોલનાકા પર ટોલ આપવા બાબતે 15થી વધુ વાહન ચાલકોએ મહિલા કર્મી પર હુમલો કર્યો હતો. 15થી વધુ લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં અન્ય કર્મચારીઓને પણ ઇજા પહોંચી હતી. ટોલનાકા પર બબાલના કારણે થોડો સમય અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. બનાવની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીમાં જોવા મળી શકે છે કેટલાક લોકો દ્વારા મારામારી કરવામાં આવી હતી.

બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ટોલનાકા પાસે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કર્મચારીઓ પર થયેલા હુમલા સંદર્ભે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ પ્રકારે હુમલો કરવામાં આવતા ટોલબુથના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.