Truck Catches Fire: વડોદરા-હાલોલ હાઈવે પર ટ્રકમાં આગ લાગી, ચણા-તુવેરના જથ્થાને ભારે નુક્સાન

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 11 May 2023 05:42 PM (IST)Updated: Thu, 11 May 2023 05:42 PM (IST)
truck-catches-fire-on-vadodara-halol-highway

Halol News: હાલોલ નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલ નજીક ખંડીવાળા પાસે એક ટ્રકમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. મુંબઇથી ગોધરા તરફ ટ્રક જઇ રહી હતી ત્યારે એન્જિનમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા ચણા અને તુવેરના જથ્થાને નુક્સાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા-હાલોલ હાઇવે પરથી ચણા અને તુવેર ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી ત્યારે એકાએક એન્જિનમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા અને ટ્રક બ્રેક ડાઉન થઇ ગઇ હતી. ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરીને ટ્રકને સાઇડમાં ઉભી કરી દીધી હતી અને નીચે ઉતરી ગયો હતો. જોત-જોતામાં ધૂમાડાના ગોટે-ગોટા સાથે ટ્રકના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. એન્જિનમાં લાગેલી આગ ટ્રકમાં પ્રસરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ટ્રકમાં આગ લાગવાની ઘટનાના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હાલોલ નગરપાલિકાના ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રકમાં લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી ભારે જેહમત બાદ ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે ટ્રકના કેબિનમાં લાગેલી આગ પ્રસરીને આખી ટ્રકને ઝપેટમાં લઈ લેતા ટ્રકમાં પાછળ ભરેલો ચણા અને તુવેર જથ્થાનું ભારે નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું છે.