BJP રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાની ગોધરામાં સભાઃ ગુજરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું એક માત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર, એશિયાનો પહેલો સોલાર પ્લાન્ટ ગુજરાતમાં

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 10 Jul 2023 01:20 PM (IST)Updated: Mon, 10 Jul 2023 01:20 PM (IST)
godhra-news-bjp-chief-jp-nadda-address-a-public-rally

Godhra News: આજે ગોધરામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના અધ્યક્ષતામાં અને કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સહિત રાજયનામંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સફળતાના 9 વર્ષ પુર્ણ થતા સરકારે કરેલા વિવિધ કાર્યોની માહિતી આપતી જનસભા યોજાઇ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એકમાત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર ગુજરાત છે. એશિયાનો પહેલો સોલાર પ્લાન્ટ ગુજરાતમાં આવેલો છે.

આ જાહેરસભાને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ જણાવ્યું કે, ગુજરાત વિરો- સહાદતો, સાધુ-સંતોની ધરતી છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકારે 9 વર્ષ સેવા,સુશાસન,ગરિબ કલ્યાણ થકી કામ કર્યુ છે. દેશમાં 9 વર્ષ પહેલા ઘણી સરકાર આવી અને ગરિબ દુર કરવાના બહાને લાંબા સમયથી સુધી કોંગ્રેસે રાજકીય રોટલા શેકયા અને ગરિબોને લુટયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વર્ષ દરમિયાન સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો પ્રાયસ, સૌનો વિશ્વાસના મંત્ર પરિપુર્ણ કરી દેશના દરેક વર્ગના લોકોના હિતમાં કામ કર્યુ છે.

ભારત દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશેઃ નડ્ડા
નડ્ડાજીએ નવ વર્ષ સુધીના કાર્યકાળ અંગે વધુ જણાવતા કહ્યુ કે, દેશમાં હાલમાંજ કોરોના જેવી મહામારી આવી જેણે સમગ્રે દુનિયાને હચમચાવી ત્યાર પછી રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ઘણા દેશમાં આર્થિક સંકટમાં આવી ગયા પરંતુ ભારત દેશની આર્થિક સ્થિતિ સુઘારી અને દુનિયાના આર્થશાસ્ત્રીઓ કહે છે કે હાલના સમયમાં જો કોઇ દેશ પર આશા રાખી શકાય તો તે ભારત છે.

naidunia_image

આંતરરાષ્ટ્રીય મોનીટરીંગ ફંડ પણ કહે છે કે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત છે. 9 વર્ષ પહેલા ભારત અર્થવ્યવસ્થામાં 11માં નંબર પર હતું અને આજે બ્રિટનને પછાડી ભારત પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બની છે. બ્રિટનના પ્રધાનમંત્રી રૂષી સુનક કહે છે કે તે સમય દુર નથી કે ભારત દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે.

54 હજાર કિ.મીના નેશનલ હાઇવે બન્યાઃ નડ્ડા
આજે ભારતમાં ઇલેક્ટ્રીક સામાન બની અન્ય દેશોમાં જઇ રહ્યા છે. એક વર્ષમાં 17 હજાર કરોડ રૂપિયાનો સામાન એક્સપોર્ટ થાય છે. 9 વર્ષ પહેલા મોબાઇલ વિદેશથી આવતા હતા પરંતુ મોદી સરકારમાં 97 ટકા મોબાઇલના પાર્ટ ભારતમાં બનાવે છે. સ્ટીલના પાર્ટ બનાવવામાં ભારત બીજા નંબર પર છે. ભારતે જાપાનને પછાડી ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ત્રીજા નંબરનું માર્કેટ બન્યું છે. મન કી બાત થકી વડાપ્રધાને જનતાને ભારતમાં બનેલા રમકડા ખરીદવા આગ્રહ કર્યો અને ભારતમાં રમકડાના એક્સપોર્ટ 3 ગણો વધી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષમાં 18 લાખ કરોડ રૂપિયા ઇન્ફાસ્ટ્રકચરમાં વાપર્યા છે અને આ વર્ષે એક વર્ષમાં દસ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. 54 હજાર કિ.મીના નેશનલ હાઇવે બન્યા છે. 606 કિમીની મેટ્રો રેલ ટ્રેન બનાવવામાં આવી છે. 9 વર્ષમાં 74 એરપોર્ટ દેશમાં બન્યા અને 8 એરપોર્ટ ગુજરાતમાં બન્યા. 3 લાખ 28 હજાર કિમીના ગામડામા રસ્તા બન્યા છે.

naidunia_image

ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન મોદીને બોસ કહીને સંબોધોઃ નડ્ડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના દેશો માન સન્માન આપી રહ્યા તે અંગે નડ્ડાજીએ જણાવતા કહ્યું કે, દેશના વડાપ્રધાન વિશ્વના દેશોમાં જઇ રહ્યા છે ત્યારે દુનિયાના દેશો જે રીતે સ્વાગત કરે છે તે આપ સૌએ જોયુ છે. પપુઆગીના વડાપ્રધાન આપણા દેશના વડાપ્રધાનના આશિર્વાદ લેતે સૌએ જોયા છે અને તેમણે કહ્યુ કે મોદી મારા ગુરૂ છે.

ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોસ કહી સંબોધે.ન્યુઝીલેન્ડના વડાપ્રધાન મોદી ને મળવા ઓસ્ટ્રલીયા આવે તે આપણા દેશનું ગૌરવ છે. એલન મસ્ક કહે છે કે હું મોદીનો ફેન છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના પહેલા વડાપ્રધાન છે કે જેમણે દુનિયાના મોટા ભાગના દેશોએ સન્માન આપ્યું છે. કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચાલવી રહ્યા છે.

ગુજરાત ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટરઃ નડ્ડા
આજે ગુજરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું એક માત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર બની રહ્યુ છે, એશિયાનો પહેલો સોલર પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો, ધોલેરપામાં મોટો સોલર પ્લાન્ટ લાગ્યો છે. આજે ગુજરાત ગુડ ગવર્નન્સમાં નંબર એક પર,લોજિસ્ટિક પર્ફોર્મન્સ ગુજરાત પહેલુ, સ્વચ્છતામાં ગુજરાત બીજા ક્રમે, એકસ્પોર્ટમાં ગુજરાત પહેલુ,સ્ટેટની ફુડ સેફટીમાં ગુજરાત બીજા ક્રમે, પાવર સરપ્લસમાં ગુજરાત પહેલુ એમ દરેક ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે.

9 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની રાજનીતીની સંસ્કૃતિ બદલી આજે દેશને વંશવાદને બદલી વિકાસ વાદની રાજનીતિ બદલી.વડાપ્રધાન મોદી દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તો બીજી રાજકીય પાર્ટીઓ પરિવારના વિકાસ માટે કામ કરી રહી છે. આવૌ સૌ સાથે મળી મોદીના નેતૃત્વમાં દેશને આગળ લઇ જઇએ.