PM મોદી પર અભદ્ર ટિપ્પણી કરીને ખરગે કોંગ્રેસમાં જ ઘેરાયા, પૃથ્વીરાજ ચૌહાણ બોલ્યા- 'તેમનાથી ભૂલ થઈ, સ્પષ્ટતા કરવી જોઈએ'

વડાપ્રધાન મોદી પર મલ્લિકાર્જુન ખરગેની ટિપ્પણી બાદ ભાજપ તેમને ઘેરી રહ્યું છે. કોંગ્રેસના પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે ખરગેથી ભૂલ થઈ છે અને તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Oct 2026 06:52 PM (IST)Updated: Tue, 27 Oct 2026 06:52 PM (IST)
congress-leader-prithviraj-chavan-admits-kharge-made-a-mistake-over-modi-remark

Mallikarjun Kharge PM Modi Statement: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા પર અભદ્ર ટિપ્પણી કરનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને ભાજપ સતત ઘેરી રહ્યું છે. પટનામાં તો ખરગે વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે. એવામાં હવે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ પોતાની જ પાર્ટીના અધ્યક્ષના નિવેદન પર વાંધો ઉઠાવી રહ્યા છે.

હકીકતમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાતના ગોધરામાં પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, મલ્લિકાર્જન ખરગેથી ભૂલ થઈ છે. તેમણે પોતાની ટિપ્પણી પર સ્પષ્ટતા કરવી જોઈએ. કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓએ પોતાની મર્યાદા ના ઓળંગવી જોઈએ.

નેતાઓએ એકબીજાનો વિરોધ કરતી વખતે સભ્યતા જાળવવી જોઈએ. માત્ર કોંગ્રેસ જ નહીં, ભાજપના નેતાઓએ પણ બોલતી વખતે ભાષાનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પાર્ટીના નેતાઓએ પોતાન જવાબદારી સમજવી જોઈએ.

વધુમાં કોંગ્રેસ નેતાએ રાજનીતિમાં બદલાઈ રહેલા વ્યવહાર પર ચિંતા વ્યક્ત કરી હતી. પૃથ્વીરાજે પોતાના સંસદ સભ્ય રહેવાના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, એ સમયે સંસદમાં અલગ-અલગ પાર્ટીના નેતાઓ એકબીજા સાથે ઉગ્ર દલીલો કરતા હતા. જો કે સંસદની બહાર તમાનના સબંધો સામાન્ય રહેતા હતા.

અટલ બિહારી વાજપેયી, સુષ્મા સ્વરાજ, જસવંત સિંહ જેવા નેતાઓ સાથે સંસદમાં જોરદાર દલીલો થતી હતી. ઘણીવાર ઘર્ષણની સ્થિતિ પણ સર્જાતી હતી, પરંતુ ગૃહની બહાર સબંધો ક્યારે વણસતા નહતા. જો કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. એવું લાગી રહ્યું છે કે, વિપક્ષી નેતાઓ વચ્ચે રાજકીય વિરોધની જગ્યા અંગત દુશ્મનીએ લઈ લીધી છે.


હકીકતમાં રવિવારે પટનામાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણસિંહની 139મી જન્મજયંતિના અવસરે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે SIRમાં ગેરરીતિ કરનારાઓને જેલમાં ધકેલવાની વાત કરી રહ્યા હતા. આ સમયે શ્રોતાઓમાંથી એક યુવકે વિદ્રોહ નહીં થાય, ત્યાં સુધી મોદી સરકાર ક્યાંય નહીં જાય તેવી બૂમો પાડવા લાગ્યો હતો. જેના પર ખરગે ગિન્નાયા હતા અને વડાપ્રધાન પર અણછાજતી ટિપ્પણી કરી હતી.