Gandhinagar News: અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સૌરાષ્ટ્ર પાટીદાર લેઉવા સમાજના અગ્રણી નેતા સ્વ. વીરજી ઠુંમરના શનિવારે યોજાયેલી પ્રાર્થનાસભામાં એક અલગ રાજકીય નજારો જોવા મળ્યો હતો.
દુ:ખના પ્રસંગે નેતાઓ ભેગા થયા
સ્વ. વીરજી ઠુંમરની શોક સભામા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના પરેશ ધાનાણી, ભાજપના ઘનસ્યામ ગઢવી અને આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી એકસાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ગંભીર પ્રસંગે નેતાઓ વચ્ચે હળવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો
કોંગ્રેસના પરેશ ધાનાણીએ શંકરસિંહ વાઘેલાને ઈશારો કરીને કહ્યું કે,
બાપુ આ બંને ગઢવીના કાન તમારે જ પકડવા પડશે, કાં તો આ બાજુ કાં તો પેલી બાજુ આવી જાય. બધા સાથે મળીને જીવીએ.
આ સાંભળીને બધા નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા.
નવી રાજકીય ગણતરી તરફ મોટો ઇશારો
આ ઘટનાક્રમ માત્ર હાસ્ય મજાક સુધી સીમિત નથી. પરંતુ મોટા રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા હોય તેવો ઈશારો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાએ પણ આ ગઠબંધનના ફાયદા અને ગેરફાયદાની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું હોવાનું મનાય છે.
