Gujarat Budget 2025: બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹4283 કરોડની ફાળવણી, 200 નવી પ્રીમિયમ AC બસો સંચાલનમાં મુકવામાં આવશે

નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹291 કરોડની જોગવાઇ. સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹185 કરોડની જોગવાઇ.નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર

By: Rajendrasinh ParmarEdited By:Rajendrasinh ParmarPublish Date: Thu, 20 Feb 2025 06:50 PM (IST)Updated: Thu, 20 Feb 2025 06:50 PM (IST)
total-allocation-of-rs-4283-crore-for-ports-and-transport-department-200-new-premium-ac-buses-to-be-commissioned

Gandhinagar: આધુનિક ટેકનોલોજી ધરાવતી 1450 ડીલક્ષ અને 400 મીડી બસ એમ કુલ 1850 નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ₹766 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ 200 નવી પ્રીમિયમ AC બસો અને 10 કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી 25 પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹360 કરોડની જોગવાઇ.

નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹291 કરોડની જોગવાઇ. સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹185 કરોડની જોગવાઇ.નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર – મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી 11 હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં છે.

મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા એક્સપ્રેસ બસોમાં સંભવિત આકસ્મિક ઘટના પહેલા ડ્રાઇવરોને રીયલ ટાઇમ ઓડીયો-વિઝયુઅલ એલર્ટ આપવા પ્રથમ તબક્કામાં Advanced Driver Assistance System & Driver Monitoring System માટે ₹13 કરોડની જોગવાઇ.

બંદરો પ્રભાગ ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે 598 મિલિયન મેટ્રિક ટન છે. તેને 2047 સુધીમાં 2000 મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે. નવલખી અને મગદલ્લા બંદરોના વિકાસ માટે ₹250 કરોડની જોગવાઇ. રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે. આ માટે ₹100 કરોડની જોગવાઇ.