Gujarat Budget 2025: જળસંપત્તિ પ્રભાગ માટે કુલ ₹13,366 કરોડની ફાળવણી, સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹1334 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકારના અનેક કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં 24 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જેનાથી અંદાજે 16 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે.ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇ

By: Rajendrasinh ParmarEdited By:Rajendrasinh ParmarPublish Date: Thu, 20 Feb 2025 06:41 PM (IST)Updated: Thu, 20 Feb 2025 06:41 PM (IST)
total-allocation-of-rs-13366-crore-for-water-resources-division-rs-1334-crore-allocated-for-sujlam-suflam-pipeline-scheme

Gandhinagar: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹1334 કરોડ, સૌની યોજના માટે ₹813 કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ ₹1400 કરોડ એમ કુલ ₹3547 કરોડની જોગવાઇ. હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹1522 કરોડની જોગવાઇ.

ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા અંદાજે 1 લાખ 87 હજાર કરતાં વધુ ચેકડેમોનાં બાંધકામ કરવામાં આવેલ છે. જેને આગળ વધારતા આગામી વર્ષે ૩૨૬ મોટા ચેકડેમો-વિયર બાંધવા ₹832 કરોડની જોગવાઇ. સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે જયારે ૩ કામો પ્રગતિ હેઠળ છે. બાકી રહેતા ૬ કામો પૂર્ણ કરવા ₹૭૫૦ કરોડની જોગવાઇ.

જળાશય આધારીત ઉદ્વહન સિંચાઇ યોજના માટે ₹813 કરોડની જોગવાઇ. જે પૈકી આદિજાતિ વિસ્તારમાં ₹548 કરોડની જોગવાઇ. ડેમ સેફટી માટે ₹501 કરોડની જોગવાઇ. ભૂગર્ભજળ રીચાર્જ માટે જનભાગીદારીથી જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા ₹10 કરોડની જોગવાઇ.

રાજ્ય સરકારના અનેક કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં 24 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જેનાથી અંદાજે 16 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે.ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે તે માટે આ બજેટમાં ₹1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેશે અને રાજ્યમાં લગભગ 1 લાખ 25 હજાર ખેડૂતોને તેનો લાભ મળશે.

ભાડભૂત યોજના સમુદ્રની ભરતીનું ખારૂ પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹876 કરોડની જોગવાઇ. સરદાર સરોવર યોજના ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી રાજ્યના 10,453 ગામો અને 190 નગરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જેના માટે ₹5979 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹875 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે ₹501 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રોપાવર સ્ટેશન પર કુલ 14 જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે ₹300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે ₹204કરોડની જોગવાઇ કરી છે. દિયોદરના 14 ગામો અને સાંતલપુર તાલુકાના 11 ગામોના હાઈ ગ્રાઉન્ડ અનકમાન્ડ વિસ્તાર માટે લિફ્ટ-ગ્રેવિટી પાઈપલાઇન પ્રોજેક્ટ માટે ₹100 કરોડની જોગવાઇ.