ગાંધીનગરમાં ગાયક શિવાયના નવા ગીત ‘Earring’નું ધમાકેદાર લોન્ચિંગ, મંત્રી રીવાબા જાડેજા રહ્યા ઉપસ્થિત

ગાંધીનગરની લીલા હોટલ ખાતે મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગાયક શિવાયના નવા ગીત ‘Earring’નું ભવ્ય લોન્ચિંગ થયું. જાણો વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 12 Oct 2026 09:55 PM (IST)Updated: Mon, 12 Oct 2026 09:55 PM (IST)
shivays-earring-song-launched-by-minister-rivaba-jadeja

Earring Song Launch: સંગીતક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા ગુજરાતના ઉભરતા ગાયક કલાકાર શિવાયના નવા ગીત ‘Earring’ (ઇયરિંગ)નું ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ધમાકેદાર લોન્ચિંગ થયું હતું. સંગીતના મધુર સૂર અને નવીન રજૂઆત સાથે સંગીતપ્રેમીઓને એક નવી ભેટ આપવાના ઉદ્દેશથી આ આકર્ષક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ પ્રસંગે ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બહેન અને મંત્રી રીવાબા જાડેજાએ વ્યક્ત કરી ગર્વની લાગણી

રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ગાયક શિવાયના બહેન છે. પોતાના ભાઈના આ બીજા ગીતના લોન્ચ પ્રસંગે તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે- સશિવાયે માત્ર 6 વર્ષની નાની ઉંમરથી સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેની સતત સાધના બાદ આજે તેનું આ બીજું ગીત લોન્ચ થઈ રહ્યું છે. આ ગીતનું મ્યુઝિક ખૂબ જ સુંદર છે અને તેનાથી યુવા વર્ગને કનેક્ટ કરવાનો ઉત્તમ પ્રયાસ કરાયો છે. શિવાયનો સુમધુર અવાજ યુવાનોને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે.

naidunia_image

તેમણે વધુમાં ઉમેર્યું કે, સંગીતમાં ઓડિયન્સ સાથે કનેક્ટ થવું ખૂબ જરૂરી છે. એક અલગ અવાજ સાથે આ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવી પડકારજનક છે અને શિવાય તે મુકામ જરૂર હાંસલ કરશે. આ સાથે તેમણે નવરાત્રીના તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા થકી આ ગીતને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

દિગ્ગજ કલાકારોની હાજરી અને લાઈવ પર્ફોર્મન્સ

આ લોન્ચિંગ કાર્યક્રમમાં ‘ઇયરિંગ’ ગીતની સમગ્ર સ્ટાર કાસ્ટ અને ટીમ હાજર રહી હતી. ગાયક શિવાય ઉપરાંત ગીતની ફીચરિંગ એક્ટ્રેસ રીવા અરોરા, ડાયરેક્ટર રામજી ગુલાંટી, મ્યુઝિક ડાયરેક્ટર સની ઇન્દર અને લિરિસિસ્ટ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા આર.જે. લવ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઇવેન્ટ દરમિયાન ‘ઇયરિંગ’ ગીતનો વીડિયો ઓડિયન્સ સમક્ષ રજૂ કરાયા બાદ, હાજર રહેલા લોકોની વિશેષ ફરમાઇશ પર શિવાયે પોતાનું આ નવું ગીત લાઈવ ગાઈને પ્રસ્તુત કર્યું હતું. તેમના મધુર અવાજે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

naidunia_image

‘Hanju’ ગીતની સફળતા બાદ એક જ મહિનામાં નવું નજરાણું

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 12 સપ્ટેમ્બર, 2026ના રોજ શિવાયે ટી-સીરીઝના બેનર હેઠળ પોતાનું ‘Hanju’ (હંજુ) ગીત લોન્ચ કર્યું હતું. તેમના આ કર્ણપ્રિય ગીતને યુટ્યૂબ પર 86 લાખથી વધુ લોકોએ જોયું અને પસંદ કર્યું છે. ‘હંજુ’ ગીતની અપાર સફળતા બાદ, હવે માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં શિવાય સંગીતપ્રેમીઓ માટે ‘ઇયરિંગ’ લઈને આવ્યા છે.

naidunia_image