LPG Gas Shortage અંગે ઋષિકેશ પટેલનું નિવેદનઃ રાંધણ ગેસમાં તકલીફ ના થાય અને પુરવઠો જળવાઈ રહે એ માટે સરકાર પ્રયત્નશીલ

ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે જે સિલિન્ડર છે, એમાં ક્યાંય કોઈપણ પ્રકારનો વિક્ષેપ અથવા બાધા ના પડે અને નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 10 Mar 2026 11:13 AM (IST)Updated: Tue, 10 Mar 2026 11:13 AM (IST)
rushikesh-patel-assures-stable-lpg-supply-amid-gas-shortage-concerns

LPG Gas Shortage: ઇરાન સાથે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધના કારણે ઉદ્ભવેલી વૈશ્વિક માર્કેટની સ્થિતિને પગલે એવા સમાચારો વહેતા થયા છે કે ગુજરાત સહિત દેશભરમાં ગેસની અછત સર્જાઇ છે અને ગેસમાં કાપ મુકવામાં આવ્યો છે. જેને લઇને રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છેકે, સરકાર દ્વારા રાંધણ ગેસ અને ઘરેલુ વપરાશ માટેના ગેસનો પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ હેતુસર, સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે. સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે દેશના દરેક ઘરમાં ચૂલો સળગતો રહે. જોકે, વાણિજ્યિક ગેસના પુરવઠામાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પસમાં વપરાતો ગેસ કોઈપણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના કરવી પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતો વખતની ગાઈડલાઈન સાથે કોઈપણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈપણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલ્લો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કમાં છે.

ઇન્ડસ્ટ્રીની અંદર 50 અને ફર્ટિલાઈઝર અને દૂધ માટે 40 ટકાનો કાપ

રાજ્યના ઉર્જા મંત્રીએ વધુમાં કહ્યું કે, જે ઇન્ડસ્ટ્રીયિલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઈઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે જેથી કરી ડોમેસ્ટિક પર્પસ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે જે સિલિન્ડર છે, એમાં ક્યાંય કોઈપણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

રાજકોટમાં હોટલ્સમાં ગેસ સંદર્ભે મેસેજ કરવામાં આવ્યા હોવાની વાત અંગે ઉર્જા મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, નહી એવું એવું કઈ નથી, પરંતુ જે કોમર્શિયલ સિલિન્ડરની તમે વાત કરી રહ્યા છો કે જે અત્યારે બીજા મોટા મેટ્રો સિટીની અંદર જે સમાચારો મેં પણ ટીવીમાં જોયા છે, પરંતુ અત્યારે રાજ્ય સરકારની પ્રાયોરિટી એ દરેક ઘરની અંદર ચૂલ્લો સળગે એના ઘરની અંદર એની રસોઈમાં ક્યાંય વિક્ષેપ ના થાય એ પ્રાયોરિટી છે, પરંતુ અત્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં પણ કોઈપણ પ્રકારની કાપ કે એવું નથી.