ગાંધીનગર-રાંધેજા રોડ પર રેલવે ક્રોસિંગ નંબર 9 અને 10 સમારકામ માટે બંધ રહેશે, વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર-રાંધેજા રોડ પર આવેલ રેલવે ક્રોસિંગ નંબર 9 અને 10 સમારકામ અર્થે 20 થી 23 ઓગસ્ટ દરમિયાન બંધ રખાશે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 18 Aug 2026 07:40 PM (IST)Updated: Tue, 18 Aug 2026 07:40 PM (IST)
railway-crossings-no-9-and-10-on-the-gandhinagar-randheja-road-will-remain-closed-for-repairs-diversions-announced-for-motorists

Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કલોલ-ગાંધીનગર સેક્શન વચ્ચે આવેલ આદરજ મોટી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનો દરમિયાનના બે મહત્વપૂર્ણ રેલવે ક્રોસિંગ પર અત્યંત જરૂરી જાળવણી (Maintenance) અને ઓવરહૉલિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ટ્રેક રિપેરિંગ અને જાળવણીના આ કામને લીધે રેલવે ક્રોસિંગ નંબર 09 અને 10 પરથી પસાર થતો માર્ગ વાહનવ્યવહાર માટે હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે તંત્ર દ્વારા વાહનચાલકોને અસુવિધા ન થાય તે માટે બંને ક્રોસિંગ માટે તબક્કાવાર બંધ રાખવાના દિવસો અને વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગોની જાહેરાત કરવામાં આવી છે.

રેલવે ક્રોસિંગ નંબર 10 (ગાંધીનગર-રાંધેજા રોડ)

બંધ રહેવાનો સમયગાળો: 20 ઓગસ્ટ 2026 (સવારે 08:00 વાગ્યાથી) થી 21 ઓગસ્ટ 2026 (સાંજે 06:00 વાગ્યા સુધી)

કામગીરી: ટ્રેક જાળવણી અને ઓવરહૉલિંગ વર્ક

વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન): આ સમયગાળા દરમિયાન ગાંધીનગર-રાંધેજા રોડ પરથી પસાર થતા વાહનોને રેલવે ક્રોસિંગ નંબર 11 (ROB - ઓવરબ્રિજ), કિમી 18/7-8 પરથી વાળવામાં (Divert કરવામાં) આવશે.

રેલવે ક્રોસિંગ નંબર 09 - ઘૂંઘટ હોટલ નજીક (ગાંધીનગર-રાંધેજા રોડ)

બંધ રહેવાનો સમયગાળો: 22 ઓગસ્ટ 2026 (સવારે 08:00 વાગ્યાથી) થી 23 ઓગસ્ટ 2026 (સાંજે 06:00 વાગ્યા સુધી)

કામગીરી: ટ્રેક મરામત અને જાળવણી

વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન): આ સમય દરમિયાન વાહનવ્યવહારને નિર્ધારિત ડાયવર્ઝન માર્ગ પર વાળવામાં આવશે. વાહનચાલકો રાંધેજા ચોકડીથી પેથાપુર થઈને GH-7 રસ્તા પરથી રેલવે ક્રોસિંગ નંબર 10 (કિમી 17/8-9) તરફ જઈ શકશે.

રેલવે તંત્રની વાહનચાલકોને અપીલ

પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે કે ટ્રેક મરામતની આ કામગીરી ટ્રેનોની સલામત અવરજવર માટે અત્યંત જરૂરી છે. આથી, 20 થી 23 ઓગસ્ટ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા તમામ વાહનચાલકો તથા સ્થાનિક રહીશોએ ટ્રાફિકની સમસ્યા કે અસુવિધાથી બચવા માટે રેલવે દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો.