Gandhinagar: રૂપાલની પલ્લી પર 20 કરોડ રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરાયો, ફક્ત ત્રણ કલાક દરમિયાન ચારથી સાડા ચાર લાખ કિલો ઘી ચઢાવાયું

આ ભક્તો દ્વારા પલ્લી પર ચારથી સાડા ચાર લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 13 Oct 2024 09:21 AM (IST)Updated: Sun, 13 Oct 2024 09:21 AM (IST)
pure-ghee-worth-rs-20-crore-was-anointed-at-rupals-palli-four-to-four-and-a-half-lakh-kg-of-ghee-was-offered-in-just-three-hours

Gandhinagar News: ગાંધીનગર શહેર નજીક આવેલા રૂપાલ ગામમાં શુક્રવારની રાત્રે વરદાયિની માતનો પલ્લી મેળો ભરાયો હતો. મહાભારતકાળથી ગામમાં કાઢવામાં આવતી આપલ્લી મેળામાં આ વખતે અગાઉના વર્ષો કરતા ઓછા તેમ છતા આઠથી નવ લાખ ભક્તોનો સાગર છલકાયો હતો. એટલું જ નહીં આ ભક્તો દ્વારા પલ્લી પર ચારથી સાડા ચાર લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.

મહત્ત્વનું છે કે, બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર 18થી 20 કરોડ રૂપિયાંના ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે. પાંચ જ્યોતવાળી પલ્લી પર ઘીના અભિષેકથી સમગ્ર ગામમાં જાણે શુધ્ધ ઘીની નદીઓ વહેતી હોય તેવું દ્રષ્ય ઊભું થયું હતું.