Shankersinh Vaghela Family: કોંગ્રેસમાં વાપસીની ચર્ચા વચ્ચે જાણો શંકરસિંહ વાઘેલાના પરિવાર વિશે

શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા વચ્ચે જાણો તેમના પરિવાર, પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અને લાંબી રાજકીય સફર વિશેની ખાસ માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 01 Oct 2026 02:36 PM (IST)Updated: Thu, 01 Oct 2026 02:36 PM (IST)
politician-shankersinh-vaghela-family-tree

Shankersinh Vaghela Family: ગુજરાતના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસમાં તેમની સંભવિત વાપસી અંગે પાર્ટી સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ વાઘેલા અને તેમના સમર્થકો સાથે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું છે. જોકે, હજુ સુધી કોંગ્રેસમાં તેમની સત્તાવાર રીતે વાપસીની જાહેરાત થઈ નથી.

શંકરસિંહ વાઘેલાનું અંગત જીવન

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ 1940ના રોજ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં થયો હતો. તેમના માતા-પિતાનું નામ લક્ષ્મણસિંહ અને નાથુબા હતું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં M.A.નો અભ્યાસ કર્યો હતો.

વાઘેલાએ 9 જૂન 1960ના રોજ ગુલાબબા સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ પુત્રો છે. તેમના મોટા પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં સક્રિય રહ્યા છે. તેઓ 2012થી 2017 દરમિયાન બાયડ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

RSSથી શરૂ થયેલી રાજકીય સફર

શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર જનસંઘ સાથે જોડાય તે પહેલાં RSS સાથેની તેમની સક્રિયતા સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ જનસંઘ અને પછી ભાજપ સાથે જોડાયા. 1990ના દાયકામાં ભાજપથી અલગ થયા બાદ તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP) બનાવી અને 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. બાદમાં તેમની પાર્ટી કોંગ્રેસમાં વિલીન થઈ હતી.

કોંગ્રેસમાં જોડાયા બાદ વાઘેલા રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ લોકસભા માટે ચૂંટાયા હતા અને 2004થી 2009 દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી. 2012માં તેઓ ગુજરાત વિધાનસભામાં કપડવંજ બેઠક પરથી ચૂંટાયા અને બાદમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા હતા.

2017 બાદ બદલાયો રાજકીય માર્ગ

વાઘેલાએ 2017માં કોંગ્રેસ છોડી અને ત્યારબાદ જન વિકલ્પ મોરચા સાથે અલગ રાજકીય પ્રયાસ કર્યો. 2019માં તેઓ NCPમાં જોડાયા અને પક્ષમાં રાષ્ટ્રીય મહાસચિવ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી. જોકે, 2020માં તેમણે NCPમાંથી પણ રાજીનામું આપ્યું હતું.

ત્યારબાદ તેમણે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી શરૂ કરી હતી. 2026માં આ રાજકીય પ્લેટફોર્મને ફરી સક્રિય કરવાની વાત પણ સામે આવી હતી. હવે કોંગ્રેસમાં સંભવિત વાપસી અંગેની ચર્ચાએ તેમની રાજકીય સફરને ફરી ચર્ચામાં લાવી છે.

કોંગ્રેસમાં વાપસી અંગે શું સ્થિતિ?

હાલમાં કોંગ્રેસ સાથે શંકરસિંહ વાઘેલાની વાપસી અંગે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલો છે. કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ તરફથી ચર્ચાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અંતિમ નિર્ણય માટે હાઈકમાન્ડની મંજૂરી બાકી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એટલે હાલ તેને સંભવિત વાપસી તરીકે જ જોવી યોગ્ય છે,