Nepal Flood: નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી કુદરતી આફત અને અચાનક આવેલી પૂરની હોનારતમાં અનેક ભારતીય નાગરિકો ગુમ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા ગુમ થયેલા ભારતીયોની ઝડપી અને સચોટ ઓળખ સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૈવિક સંબંધીઓનું કરાશે DNA પ્રોફાઇલિંગ
હોનારતમાં ગુમ થયેલા નાગરિકોના પરિવારોને મદદરૂપ થવા અને મૃતદેહો કે ગુમ થયેલી વ્યક્તિઓની સાચી ઓળખ મેળવવા માટે DNA પ્રોફાઇલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે ગુમ થયેલા નાગરિકોના પ્રથમ-ડિગ્રીના જૈવિક સંબંધીઓ (જેમ કે માતા-પિતા, સંતાન કે સગા ભાઈ-બહેન)ના સેમ્પલ લેવામાં આવશે.
આ કામગીરીને ઝડપી બનાવવા માટે દેશની અગ્રણી ફોરેન્સિક લેબોરેટરીઝને સાંકળી લેવામાં આવી છે-
- કેન્દ્રીય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (CFSL)
- વિવિધ રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (SFSL)
- નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ની લેબોરેટરીઝ
મદદ માટે ભારતીય એમ્બેસી અને સ્ટેટ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર
જે પરિવારના સભ્યો કે સ્વજનો નેપાળની આ હોનારતમાં ગુમ થયા હોય, તેઓ જરૂરી માર્ગદર્શન, પ્રક્રિયા અને સહયોગ માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે-
- ભારતીય એમ્બેસી (કાઠમંડુ) ખાસ હેલ્પલાઇન: +977 9841 6160 95
- ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ (ફોન નંબર): 079 232 51900
- ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ (મોબાઇલ નંબર): 99784 05304
- ઈ-મેઇલ આઇડી: revcontrol1@gujarat.gov.in
- અધિકૃત વેબસાઇટ: indembkathmandu.gov.in/media-detail/960
ગાંધીનગર જિલ્લા તંત્ર તથા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે પણ પરિવારજનો આ આપદાથી પ્રભાવિત થયા હોય, તેઓ તાત્કાલિક ધોરણે આ હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને જરૂરી પ્રક્રિયામાં સહયોગ આપે.
