માઉન્ટ આબુ ખાતે નિઃશુલ્ક પર્વતારોહણ કોર્સનું આયોજન: રહેવા, જમવા અને મુસાફરીની પણ સુવિધા; કેવી રીતે કરશો અરજી?

સાહસિક પ્રવૃત્તિમાં કારકિર્દી બનાવવા કે કૌશલ્યનો વિકાસ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક સમાન છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 29 Aug 2026 03:52 PM (IST)Updated: Sat, 29 Aug 2026 03:52 PM (IST)
mount-abu-free-mountaineering-training-course-details-and-apply-date-svim
Mount Abu Free Mountaineering Course 2026

Mount Abu Free Mountaineering Course 2026: સાહસ, રોમાંચ અને પર્વતારોહણ ક્ષેત્રે રસ ધરાવતા ગુજરાત રાજ્યના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા એક ઉત્તમ તક પૂરી પાડવામાં આવી છે. માઉન્ટ આબુ ખાતે વિવિધ પર્વતારોહણ તાલીમ કોર્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓને રહેવા, જમવા તથા મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે.

કયા કોર્સ માટે કોણ અને ક્યારે અરજી કરી શકે?

ગાંધીનગર સંચાલિત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા રાજ્યના સાહસિક બાળકો અને યુવાનો માટે વિવિધ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

એડવેન્ચર કોર્સ

  • ઉંમર: 8-13 વર્ષ
  • તાલીમ સમયગાળો: 18-23 નવેમ્બર, 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર, 2026

એડવાન્સ રોક ક્લાઈમ્બિંગ કોર્સ

  • ઉંમર: 15-45 વર્ષ
  • લાયકાત: બેઝિક ખડક ચઢાણ કોર્સમાં ‘A’ અથવા ‘B’ ગ્રેડ મેળવ્યો હોવો અનિવાર્ય
  • તાલીમ સમયગાળો: 27 નવેમ્બરથી 11 ડિસેમ્બર, 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર, 2026

કોચિંગ રોક ક્લાઈમ્બિંગ કોર્સ

  • લાયકાત: ધોરણ 10 પાસ અને એડવાન્સ કોર્સ ઉત્તીર્ણ કરેલો હોવો જોઈએ
  • તાલીમ સમયગાળો: 12 ડિસેમ્બર, 2026 થી 10 જાન્યુઆરી, 2027
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર, 2026

આર્ટિફિશિયલ કોર્સ

  • ઉંમર: 18-45 વર્ષ
  • લાયકાત: ધોરણ 10 પાસ હોવું જરૂરી
  • તાલીમ સમયગાળો:ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી, 2027
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 30 ડિસેમ્બર, 2026

રહેવા, ભોજન અને ભાડાની નિઃશુલ્ક સુવિધા

આ તાલીમ શિબિરોની સૌથી મોટી વિશેષતા એ છે કે, પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓ માટે રહેવા, જમવા તથા તાલીમ મેળવવાની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. આ ઉપરાંત, તાલીમાર્થીઓને નિયત સ્થળ સુધી આવવા-જવા માટે સામાન્ય ST બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું મુસાફરી ભાડું પણ નિયમાનુસાર ચૂકવવામાં આવશે.

ક્યાં અરજી કરવી અને કયા દસ્તાવેજો જોડવા?

ગુજરાતના વતની અને રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થાના સત્તાવાર ફેસબુક પેજ facebook.com/svimadmin પરથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી ફોર્મ સંપૂર્ણ ભર્યા બાદ તેની સાથે નીચે દર્શાવેલા દસ્તાવેજની ખરી નકલ (True Copy) જોડવાની રહેશે.

  • આધારકાર્ડ અથવા રહેઠાણનો અન્ય સત્તાવાર પુરાવો
  • શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર (Medical Fitness Certificate)
  • જન્મ તારીખનો દાખલો
  • વાલીનું લેખિત સંમતિ પત્રક
  • અગાઉ પૂર્ણ કરેલ તાલીમ કોર્સના પ્રમાણપત્રો (જો લાગુ પડતું હોય તો)

તૈયાર કરેલ અરજી ફોર્મ નિયત સમયમર્યાદામાં ‘આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પીન: 307501 ના સરનામે મોકલી આપવાનું રહેશે. પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ તેમને ઈ-મેઇલ અથવા ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે. વધુ માહિતી મેળવવા માટે કચેરી સમય દરમિયાન (જાહેર રજા સિવાય) સત્તાવાર નંબર 6377890298 પર સંપર્ક કરી શકાશે.